શોધખોળ કરો
પ્રેક્ટિસ મેચઃ વેસ્ટ ઇન્ડિઝ-એ સામે પૂજારાની સદી, આ ખેલાડી રહ્યા ફ્લોપ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસના અંતમાં 88.5 ઓવરમાં 297 રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ પ્રેસિડેન્ટ્સ ઇલેવન સામેની પ્રેક્ટિસ મેચમાં ચેતેશ્વર પૂજારાની સદીની મદદથી ટીમ ઇન્ડિયાએ પ્રથમ દિવસના અંતે પાંચ વિકેટના નુકસાન પર 297 રન બનાવી લીધા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દિવસના અંતમાં 88.5 ઓવરમાં 297 રન બનાવ્યા હતા.
પૂજારાએ 187 બોલનો સામનો કરી 8 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. બાદમાં પૂજારા રિટાયર્ડ હર્ટ થયો હતો. તે સિવાય રોહિત શર્માએ પણ 68 રનની ઇનિંગ રમી હતી. ઉપરાંત લોકેશ રાહુલે 36, પંતે 33 રન બનાવી આઉટ થયા હતા. દિવસના અંતે હનુમા વિહારી 37 અને જાડેજા એક રન પર અણનમ હતા.
ભારતની શરૂઆત સારી રહી નહોતી. મયંક અગ્રવાલ 12 રન બનાવી આઉટ થયો હતો. બાદમાં લોકેશ રાહુલ પણ 36 રને પેવેલિયન ભેગો થઇ ગયો હતો. રહાણે પણ એક રન પર આઉટ થતાં ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. પરંતુ બાદમા રોહિત અને પૂજારાએ ચોથી વિકેટ માટે 132 રનની ભાગીદારી કરી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. સદી બાદ પૂજારા ઇજાગ્રસ્ત થતા તેને મેદાનની બહાર જવુ પડ્યુ હતું. દિવસના અંતે પંતે કેટલાક સારા શોર્ટ્સ રમ્યા હતા પરંતુ તે 33 રન બનાવી આઉટ થયો હતો.It's pouring here and that will be end of Day's Play with #TeamIndia at 297/5. Vihari unbeaten at 37. See you all tomorrow ???????? pic.twitter.com/4w1Ff3tn8R
— BCCI (@BCCI) August 17, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement