શોધખોળ કરો
Advertisement
વર્લ્ડકપમાં પાકિસ્તાન સાથેની મેચને લઈ COAની આવતીકાલે મીટિંગ, વિદેશ-ગૃહ મંત્રાલય આપશે સલાહ
નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ સંબંધોને લઈ કડક વલણ અપનાવવાની તૈયારી કરી લીધી છે. ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈ સંકટ ઘેરું બની રહ્યું છે.
વાંચોઃ ભારત-PAK વર્લ્ડ કપ મેચ માટે દર્શકોમાં ભારે ઉત્સાહ, 25 હજારની સામે 4 લાખની અરજી આવી
એએનઆઈના રિપોર્ટ મુજબ, પાકિસ્તાન સાથે ક્રિકેટને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા બનાવવામાં આવેલી સમિતિ COAની શુક્રવારે મીટિંગ યોજાશે. આ બેઠકમાં પાકિસ્તાનની સાથે ક્રિકેટને લઈ આગળની રણનીતિ પર વિચાર કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય ખેલ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયની સલાહ લેવામાં આવશે. જે બાદ બીસીસીઆઈ પાકિસ્તાન સાથે ક્રિકેટના સંબંધ પર નિર્ણય લેશે.
વાંચોઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફરતાં જ ક્રિસ ગેલે બનાવી દીધો મોટો રેકોર્ડ, બની ગયો ‘સિક્સર કિંગ’
વર્લ્ડકપમાં ભારતે 16 જૂને માનચેસ્ટરમાં પાકિસ્તાન સામે મેચ રમવાની છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપમાં રમાનાર મેચની બહિષ્કારની માગની વચ્ચે માનચેસ્ટરમાં 16 જૂનના રોજ રમાનાર આ મેચ માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓલ્ડ ટ્રેફર્ડમાં 25,000 દર્શકોની ક્ષમતા સામે 4 લાખથી વધારે લોકોએ ટિકિટ માટે અરજી કરી છે.
ગુજરાતમાં STની હડતાળને કારણે અમદાવાદમાં મુસાફરો અટવાયા, પ્રાઇવેટ વાહનોમાં ઉઘાડી લૂંટ, જુઓ વીડિયોSources: COA meeting tomorrow to discuss the future course of action. Seeking advice from the Sports Ministry, MEA & Home Ministry. BCCI/COA will take a collective & responsible decision as to what steps can be taken in regards to cricket with Pak. No letter written to ICC yet. pic.twitter.com/lSKpOicknH
— ANI (@ANI) February 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion