શોધખોળ કરો

Commonwealth Games 2022: ભારતીય મહિલા હોકી ટીમે કેનેડાને 3-2થી આપી હાર, સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો

Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય મહિલા હોકી ટીમે કેનેડાની મહિલા ટીમને 3-2થી હાર આપી હતી. 

ભારતીય મહિલા હોકી ટીમ માટે આ કરો યા મરો મેચ હતી. ભારતની મહિલા હોકી ટીમ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતે ખૂબ જ મહત્વપૂર્ણ મેચમાં કેનેડાને 3-2થી હરાવ્યું હતું. ભારત માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. ભારતે 5મી વખત કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતીય મહિલા ટીમની નજર હવે મેડલ જીતવા પર રહેશે.

ભારતીય ટીમ પાંચમી વખત કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલમાં પહોંચી છે. ભારતીય મહિલા ટીમ છેલ્લી વખત 2018 (ગોલ્ડ કોસ્ટ) માં અંતિમ-4 માં સ્થાન મેળવ્યું હતું પરંતુ તે પછી તે કાંસ્ય ચંદ્રકથી ચૂકી ગઈ હતી.

આજની મેચમા ભારત તરફથી સલીમા ટેટે, નવનીત કૌર અને લાલરેમસિયામીએ ગોલ કર્યા હતા. જ્યારે કેનેડા તરફથી બ્રાયન સ્ટેયર્સ અને હેન્નાહ હ્યુને ગોલ કર્યા હતા. ભારત ગ્રુપમાં ચારમાંથી ત્રણ મેચ જીતવામાં સફળ રહ્યું છે. તેઓએ ઘાનાને 5-0 અને વેલ્સને 3-1થી હરાવ્યું હતું.  આ સાથે જ ઈંગ્લેન્ડ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો 5 ઓગસ્ટે ઓસ્ટ્રેલિયા સામે થશે.

ભારતીય ટીમ ચાર મેચમાંથી ત્રણ જીત સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તેના નવ પોઈન્ટ છે. ઈંગ્લેન્ડના પણ નવ પોઈન્ટ છે, પરંતુ તે વધુ સારા ગોલ તફાવત સાથે પ્રથમ સ્થાને છે. આ સિવાય તેને વેલ્સ સાથે પણ મેચ રમવાની છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા 12 પોઈન્ટ સાથે ગ્રુપ બીમાં ટોપ પર છે. બીજા સ્થાને રહેલી ન્યુઝીલેન્ડના માત્ર છ પોઈન્ટ છે. જો તે મેચ જીતશે તો પણ તેને માત્ર નવ પોઈન્ટ જ મળશે. ગ્રુપ Bમાં પ્રથમ સ્થાન મેળવનારી ટીમ સેમિફાઈનલમાં ગ્રુપ Aમાં બીજા સ્થાને રહેલી ટીમ સામે રમશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ભારત સાથે થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત

France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા

Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ

શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
PM Modi: આજથી ત્રણ દિવસના વિદેશ પ્રવાસ પર PM મોદી, રશિયામાં વ્યાપાર પર કરાશે વાતચીત
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો,  ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
France Election: Exit Pollમાં મેક્રોન સરકારને ઝટકો, ફ્રાન્સમાં ત્રિશંકુ સરકારની શક્યતા
Horoscope Today 8 July 2024:  આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
Horoscope Today 8 July 2024: આ 4 રાશિના લોકો માટે રોકાણ માટે સારો સમય નથી, જાણો 12 રાશિનું રાશિફળ
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
શું સરકાર સાંભળશે તમારો વોટ્સએપ કોલ, કોમ્યુનિકેશનના નિયમો પર જાહેર કરાઇ સ્પષ્ટતા
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

Embed widget