Copa America 2021 Final: લિયોનલ મેસીએ રચ્યો ઇતિહાસ, આર્જેન્ટિના 28 વર્ષ બાદ બ્રાઝિલને હરાવીને બન્યુ ચેમ્પિયન
બ્રાઝિલ અને આર્જેન્ટિનાની વચ્ચે જોકે એકદમ જોરદાર ટક્કર જોવા મળી, પરંતુ આર્જેન્ટિનાને શરૂઆતી લીડનો ફાયદો મળ્યો અને તે 28 વર્ષના લાંબા અંતરાલ બાદ કોપા અમેરિકા 2021 ચેમ્પિયન બનવામાં સફળ રહ્યો છે.
Copa America 2021 Final: કોપા અમેરિકા 2021માં લિયોનલ મેસીની આગેવાની વાળી આર્જેન્ટિનાએ ઇતિહાસ રચી દીધો છે. આર્જેન્ટિનાએ છેલ્લીવાર કોપા અમેરિકા ચેમ્પિયન બ્રાઝિલને હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આર્જેન્ટિનાએ બ્રાઝિલને 1-0 થી હરાવ્યુ. 1993 બાદ આ પહેલી ઘટના છે જ્યારે આર્જેન્ટિના કોપા અમેરિકાનો ખિતાબ જીતવામાં સફળ થયુ છે. આની સાથે જ લિયોનલ મેસી પણ પહેલીવાર ઇન્ટરનેશનલ સ્ટેજ પર આર્જેન્ટિનાને કોઇ મોટુ ટાઇટલ અપાવવામાં સફળ થયો છે.
બ્રાઝિલ અને આર્જેન્ટિનાની વચ્ચે જોકે એકદમ જોરદાર ટક્કર જોવા મળી, પરંતુ આર્જેન્ટિનાને શરૂઆતી લીડનો ફાયદો મળ્યો અને તે 28 વર્ષના લાંબા અંતરાલ બાદ કોપા અમેરિકા 2021 ચેમ્પિયન બનવામાં સફળ રહ્યો છે. આર્જેન્ટિના તરફથી સ્ટાર સ્ટ્રાઇકર ડિ મારિયાએ 22મી મિનીટમાં ગૉલ ફટકારીને ટીમને લીડ અપાવી અને તે અંત સુધી નિર્ણાયક સાબિત થઇ.
બ્રાઝિલ તરફથી જોકે મેચમાં વાપસીની કોશિશો કરવામાં આવી, બ્રાઝિલ એક ગૉલથી પછડાયા બાદ આર્જેન્ટિના પર સતત એટેક કરી રહ્યું હતુ, બ્રાઝિલે મેચનો 60 ટકા સમય બૉલને પોતાના પાસે રાખ્યો, પરંતુ તે ગૉલ કરવામા સફળ ના થઇ શક્યુ, અને તેને મેચ ગુમાવી દેવી પડી.
મેસીનુ સપનુ થયુ પુરુ-
મેસીની આગેવાનીમાં આર્જેન્ટિનાની આ પહેલી મોટી જીત છે, આ જીતની સાથે મેસીનું આર્જેન્ટિનાને ઇન્ટરનેશનલ લેવલ પર એક મોટો ખિતાબ અપાવવાનુ સપનુ પુરુ થઇ ગયુ છે. મેસીની આગેવાનીમાં આ પહેલા આર્જેન્ટિનાની ટીમ 2014ની વર્લ્ડકપ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી, પરંતુ જર્મનીએ દુનિયાના નંબર વન ફૂટબૉલરનુ સપનુ પુરુ ન હતુ થવા દીધુ.
2016 કોપા કપ ફાઇનલની હાર બાદ મેસી એટલો બધો તુટી ગયો હતો કે તેને સન્યાસની જાહેરાત કરી દીધી હતી, પરંતુ ફેન્સની અપીલ પર મેસી પરત ફર્યો, 2018ના વર્લ્ડકપમાં આર્જેન્ટિનાનુ પ્રદર્શન નિરાશાજનક જ રહ્યું પરંતુ હવે કોપા અમેરિકા ફાઇનલ જીતીને મેસીએ છેવટે આર્જેન્ટિનાની જોલીમાં એક મોટો ખિતાબ નાંખી જ દીધો.