Copa America 2021: આર્જેન્ટિનાનો મેસી બન્યો સર્વશ્રેષ્ઠ પ્લેયર, નેમારને પણ મળ્યુ આ ઇનામ
કોનમેબોલે નિવેદન જાહેર કરીને કહ્યું-ટૂર્નામેન્ટ એકદમ શાનદાર રહી, ફ્કત એક સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવો સંભવ ન હતો કેમકે આ ટૂર્નામેન્ટમાં બે એવા ખેલાડી છે.
Copa America 2021: કોપા અમેરિકા 2021ની ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાએ બ્રાઝિલને 1-0થી હરાવીને ખિતાબ પોતાના નામે કરી લીધો. આ જીતની સાથે જ લિયોનન મેસીની આર્જેન્ટિના માટે 16 વર્ષથી ખિતાબ જીતવાની ઇચ્છા પણ પુરી થઇ ગઇ છે. જીતની સાથે જ લિયોનન મેસીની ખુશી બેગણી થઇ ગઇ છે.લિયોનન મેસીને કોપા અમેરિકા 2021 નો સર્વેશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો છે. મેસી જોકે આ એવોર્ડ બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમારની સાથે શેર કરશે.
દક્ષિણ અમેરિકા ફૂટબૉલની સંચાલન સંસ્થા કોનમેબોલે લિયોનન મેસી અને નેમારને કોપા અમેરિકા 2021ના સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યા છે. કોનમેબોલે નિવેદન જાહેર કરીને કહ્યું-ટૂર્નામેન્ટ એકદમ શાનદાર રહી, ફ્કત એક સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવો સંભવ ન હતો કેમકે આ ટૂર્નામેન્ટમાં બે એવા ખેલાડી છે.
મેસી માટે કોપા અમેરિકા 2021 ટૂર્નામેન્ટ એકદમ શાનદાર રહી. મેસીએ ચાર ગૉલ કર્યા, એટલુ જ નહીં કોપા અમેરિકા 2021 ટૂર્નામેન્ટમાં આર્જેન્ટિના માટે પાંચ ગૉલ કરવામાં પણ મદદ કરી. વળી નેમારે પાંચ મેચોમાં બે ગૉલ કરવા ઉપરાંત ત્રણ ગૉલ કરવામાં મદદ કરી.
આર્જેન્ટિના માટે મેસીનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન-
કોનમેબોલના ટેકનિકલ ગૃપે કહ્યું કે કેટલાય ખેલાડીઓની પોતાની ટીમો પર સકારાત્મક અસર રહી. આમાં ફ્રેન્સિસ્કો માતુરાના અને કાર્લોસ રેસટ્રેપો, ઉરુગ્વેના ડેનિયલ બનાલેસ અને ગેરાર્ડો પેલુસો, આર્જેન્ટિનાના સર્જિયો બતિસ્તા અને નેરી પન્પિડો અને બ્રાઝિલના ઓસ્વાલ્ડો ડિ ઓલિવિએરા સામેલ હતો.
આર્જેન્ટિના તરફથી 2005માં ડેબ્યૂ બાદથી કેપ્ટન મેસીનો આ એક રાષ્ટ્રીય ટીમની સાથે સર્વશ્રેષ્ઠ ટૂર્નામેન્ટ છે. સાથે જ તે મેદાન પર કેપ્ટન તરીકે એકદમ સહજ પણ દેખાયો. બીજી તરફ નેમારે પોતાના ડ્રિબલ, પાસ અને શૉટથી બ્રાઝિલની ટીમમાં મુખ્ય ભૂમિકા નિભાવી. મિડફિલ્ડર લૂકાસ પેક્વેટાની સાથે તેની શાનદાર પાસિંગને બ્રાઝિલને મજબૂતી આપી. કોનમેબોલે નિવેદન જાહેર કરીને કહ્યું-ટૂર્નામેન્ટ એકદમ શાનદાર રહી, ફ્કત એક સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવો સંભવ ન હતો કેમકે આ ટૂર્નામેન્ટમાં બે એવા ખેલાડી છે.