શોધખોળ કરો
Corona Update: બર્થ-ડેના દિવસે આ મહિલા ક્રિકેટરે લોકોની આ રીતે કરી મદદ, લોકો કર્યાં ભરપૂર વખાણ
મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર જહાંઆરા આલમ પણ કોરોના વાયરસના કારણે ખાવાનું ન મળતા હોય તેવા લોકોને સામાન આપી રહી છે. જહાંઆરાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
![Corona Update: બર્થ-ડેના દિવસે આ મહિલા ક્રિકેટરે લોકોની આ રીતે કરી મદદ, લોકો કર્યાં ભરપૂર વખાણ Coronavirus: Bangladesh women team pacer Jahanara Alam helping Corona Update: બર્થ-ડેના દિવસે આ મહિલા ક્રિકેટરે લોકોની આ રીતે કરી મદદ, લોકો કર્યાં ભરપૂર વખાણ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/04/03170436/Cricket.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઢાકા : બીજા દેશોની જેમ બાંગ્લાદેશમાં પણ કોરોના વાયરસનો કહેર જોવા મળ્યો છે. આ મુશ્કેલીના સમયે ત્યાંના ક્રિકેટરો પોતોના દેશના ગરીબ લોકો સાથે ઉભા રહ્યા છે. શાકિબ અલ હસન, મોસેદક હુસૈન પછી હવે બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર જહાંઆરા આલમ પણ કોરોના વાયરસના કારણે ખાવાનું ન મળતા હોય તેવા લોકોને સામાન આપી રહી છે. જહાંઆરાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે લોકોની મદદ કરી રહી છે.
એક એપ્રિલે જહાંઆરાનો જન્મ દિવસ હતો. તેણે પોતાના જન્મ દિવસ પર રસ્તા પર ઉતરીને લોકોની મદદ કરી હતી. જહાંઆરાએ ઢાકામાં 50 પરિવારોની મદદ કરી હતી. ત્યાર બાદ ત્યાં લોકોએ અને સરકારે તેના ખૂબ જ વખાણ કર્યાં હતાં.
જહાંઆરા પોતે તો લોકોની મદદ કરી રહી છે. સાથે-સાથે તેણે બીજા લોકોને પણ મદદ માટે આગળ આવવા કહ્યું છે. જહાંઆરાએ ફેસબુક પર લખ્યું છે કે, હું કોઈને કશું બતાવી રહી નથી બસ હું ફક્ત બીજા માટે પ્રેરણાસ્ત્રોત બનવા માંગું છું. હું ઢાકામાં છું તેથી હું પોતે કામ રહી છું. મેં આ કામ માટે પોતાને 3 દિવસ પછી તૈયાર કરી છે. આજે મને ભગવાને લોકોની મદદ કરવાની શક્તિ આપી છે.
જહાંઆરાએ કહ્યું છે કે, જે લોકો રોજ કમાવીને પોતાનું પેટ ભરી રહ્યા હતા તેમના માટે આ મુશ્કેલની સ્થિતિ છે અને આથી મદદ માટે આગળ આવી છું. મને આશા છે કે જે લોકો મદદ કરી રહ્યા છે તેનાથી બીજાને પ્રેરણા મળશે. જો કોઈ માણસ બીજા માણસની મદદ માટે બીડું ઉઠાવશે તો આ ઘણું સારું રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)