શોધખોળ કરો
Advertisement
Coronavirus: હરભજન સિંહે પાકિસ્તાની ક્રિકેટરના NGOને મદદ કરવાની કેમ અપીલ કરી ? જાણો
ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1500 જેટલી છે અને તેમાં દરરોજ વધારો થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા 1000ને પાર કરી ગઈ છે અને 20થી વધારે લોકોના મોત થયા છે. જ્યારે ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 1500 જેટલી છે અને તેમાં દરરોજ વધારો થઈ રહ્યો છે.
આ દરમિયાન ભારતના સ્ટાર ઓફ સ્પિનર હરભજન સિંહે પાકિસ્તાનના ક્રિકેટર શાહિદ આફ્રિદીના NGO માટે અપીલ કરી હતી. હરભજન સિંહે ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને શાહિદ આફ્રિદીના એનજીઓને મદદ કરવા વિનંતી કરી હતી.
વીડિયો મેસેજમાં હરભજને કહ્યું, હાલ વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન શાહિદ આફ્રિદી ફાઉન્ડેશન તમામની મદદ માટે સારું કામ કરી રહ્યું છે. તમે આફ્રિદીના આ કામમાં તમારું યોગદાન આપો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement