વધુ એક મોટી ટી20 ક્રિકેટ લીગને કોરોનાના કારણે બે વર્ષ માટે કરવી પડી સ્થગિત, જાણો વિગતે
મેજર લીગ ક્રિકેટ ટી20 ટૂર્નામેન્ટની પહેલી સિઝન આ વર્ષે રમાવવાની હતી, પરંતુ અમેરિકા ક્રિકેટ બોર્ડના સભ્યોએ ટૂર્નામેન્ટને 2023 સુધી ટાળવાનો ફેંસલો કર્યો છે. આ લીગ દુનિયાની અન્ય ક્રિકેટ લીગની જેમ ફ્રેન્ચાઇઝી આધારિત ટૂર્નામેન્ટ છે. યુએસ ક્રિકેટ બોર્ડે નિવેદન જાહેર કરીને લીગને બે વર્ષ માટે સ્થગિત કરવાનો ફેંસલો કર્યો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે છેલ્લા એક વર્ષથી ક્રિકેટને ભારે નુકશાન પહોંચી રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન ક્રિકેટ લીગને કૉવિડ-19ના કેસોના કારણે પહેલાથી જ ટાળી દેવામાં આવી ચૂકી છે. હવે વધુ એક મોટી ક્રિકેટ લીગ પર કોરોના વાયરસનો માર પડ્યો છે. મેજર લીગ ક્રિકેટ ટી2 ટૂર્નામેન્ટને કૉવિડ-19ના કારણે 2023 સુધી ટાળી દેવામાં આવી છે.
મેજર લીગ ક્રિકેટ ટી20 ટૂર્નામેન્ટની પહેલી સિઝન આ વર્ષે રમાવવાની હતી, પરંતુ અમેરિકા ક્રિકેટ બોર્ડના સભ્યોએ ટૂર્નામેન્ટને 2023 સુધી ટાળવાનો ફેંસલો કર્યો છે. આ લીગ દુનિયાની અન્ય ક્રિકેટ લીગની જેમ ફ્રેન્ચાઇઝી આધારિત ટૂર્નામેન્ટ છે. યુએસ ક્રિકેટ બોર્ડે નિવેદન જાહેર કરીને લીગને બે વર્ષ માટે સ્થગિત કરવાનો ફેંસલો કર્યો છે.
યૂએસ ક્રિકેટ બોર્ડે કેટલાક મહિનાઓ પહેલા જ એમએલસીની ટીમો વિશે જાણકારી આપી હતી. યૂએસ ક્રિકેટ બોર્ડ તરફથી જે માહિતી મળી હતી, તે પ્રમાણે, કોલકત્તા નાઇટ રાઇડર્સ ગૃપે પણ આ લીગમાં ટીમ ખરીદવાના દિલચસ્પી બતાવી હતી, કેકેઆર ગૃપની આઇપીએલ ઉપરાંત સીપીએસમાં પણ ટીમ છે.
આ બીજો પ્રસંગ છે જ્યારે કોરોના વાયરસના કારણે એમએલસીની પહેલી સિઝનને ટાળી દેવામાં આવી છે. પરંતુ આયોજકોને આશા છે કે વર્ષ 2023માં લીગનુ આયોજન કરવામાં સફળ થશે. અમેરિકા ક્રિકેટ બોર્ડ આગામી વર્ષ એમએલસી ટી20 એગ્ઝિબિશન મેચનુ આયોજન પણ કરવા જઇ રહ્યું છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગ પણ ટળી.....
ભારતમાં રમાતી અને દુનિયાભરમાં ટી20 લીગમાં પૉપ્યૂલર થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ પણ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે પ્રભાવિત થઇ રહી છે. આઇપીએલની 2020ની સિઝનને કોરોનાના કારણે યુએઇમાં રમાડવામા આવી હતી, જ્યારે આઇપીએલની 2021ની સિઝનને કોરોનાના વધતા કેસોના કારણે અધવચ્ચેથી સસ્પેન્ડ કરી દેવી પડી હતી. ઉલ્લેખનીય છે કે પાડોશી દેશ પાકિસ્તાનમાં રમાતી પીએસએલ ક્રિકેટ લીગને પણ આ વર્ષે કોરોનાના કારણે અધવચ્ચેથી સ્થગિત કરવાનો ફેંસલો લેવામા આવ્યો હતો.