વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ બે વન-ડે માટે જાહેર થયેલી ભારતીય ટીમમાં રિષભ પંતને સ્થાન આપવામાં આવ્યું છે. તેની ધોનીનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. હાલમાં પંતે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. જેથી પસંદગીકારો અને ટીમ ઇન્ડિયાને તેની પાસે વધારે આશા છે.
2/3
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડીઝ વનડે સેીરઝ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, વિકેટકીપટ એમ એસ ધોની વિજય હઝારે ટ્રોફીમાં રમી શકે છે. ધોની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઝારખંડ તરફથી મેદાનમાં ઉતરી શકે છે. વિજય હઝારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ 14 ઓક્ટોબર અને સેમીફાઈનલ મેચ 17 ઓક્ટોબરે રમાવાની છે. અહેવાલ અનુસાર ધોનીએ આ નિર્ણય ખરાબ ફોર્મમાંથી બહાર આવવા માટે કર્યો છે. ભારત અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે વનડે સીરીઝ 21 ઓક્ટોબરથી શરૂ થશે.
3/3
ધોની જ્યારથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે ત્યારથી તે ઘણી ઓછી મેચો રમી રહ્યો છે. ઓછી મેચોના કારણે ધોનીનું પ્રદર્શન સતત કથળી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં ધોનીએ 21 મેચમાં એકપણ સદી ફટકારી નથી. 50થી વધારે એવરેજ રાખનાર ધોની હાલ 30.41ની એવરેજથી જ રન બનાવી રહ્યો છે. આગામી વર્ષે વર્લ્ડ કપ છે અને ધોની ફોર્મમાં ન હોય તે ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. આ જ કારણે ધોની હવે ઘરેલું ક્રિકેટમાં પણ રમતો જોવા મળી શકે છે.