શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર વર્નોન ફિલેંડરે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
34 વર્ષના ફિલેંડરે 60 ટેસ્ટ મેચ ઉપરાંત 30 વનડે અને સાત ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું છે.
નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાના અનુભવી ફાસ્ટ બોલર વર્નોર ફિલેંડરે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ આગામી ટેસ્ટ શ્રેણી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તીની જાહેરાત કરી છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ સોમવારે આ જાણકારી આપી છે. ફિલેંડર આફ્રીકાની ફાસ્ટ બોલિંગની એ ત્રિપુટીનો લાંબા સમય સુધી ભાગ રહ્યા જેમાં ડેલ સ્ટેન અને મોર્ને મોર્કલ પણ સામેલ હતા.
સ્ટેન અને મોર્કલ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યા છે. 34 વર્ષના ફિલેંડરે 60 ટેસ્ટ મેચ ઉપરાંત 30 વનડે અને સાત ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટેસ્ટમાં તેનો રેકોર્ડ ખૂબ જ પ્રભાવી રહ્યો છે જ્યાં તેણે 22.16ની સરેરાશથી 216 વિકેટ લીધી છે. તેણે 13 વખત ઈનિંગમાં પાંચથી વધુ વિકેટો ઝડપી છે.
સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ તરફથી ટ્વીટમાં કહેવામાં આવ્યું, ‘પ્રોટિયાઝ ઑલરાઉન્ડર ફિલાન્ડરે જાન્યુઆરી 2020માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ ખતમ થયા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી છે.’ ફિલાન્ડરે કહ્યું કે, ‘હું ભગવાનનો આભારી છું કે મને 12 વર્ષ દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. આ એક સન્માન અને સૌભાગ્યની વાત છે કે મને આ રમતના શાનદાર ખેલાડીઓનો સાથ મળ્યો.’"He has really done himself and his family proud and I hope he can finish his final series for South Africa with the same character and flair that has become synonymous with him." - Graeme Smith@VDP_24 #BigVernRetires pic.twitter.com/MDz625b4dn
— Cricket South Africa (@OfficialCSA) December 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion