શોધખોળ કરો

IND vs ENG: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે પ્રથમ વન-ડે આજે, આ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ટીમ ઇન્ડિયા

IND vs ENG 1st ODI: ઇંગ્લેન્ડે પહેલી વન-ડે માટે 24 કલાક પહેલા જ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી હતી.

IND vs ENG 1st ODI: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની શ્રેણીની પહેલી વનડે ગુરુવારે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમે વિરોધી ટીમ સામે 5 મેચની T20 શ્રેણી 4-1થી જીતીને પોતાની તાકાત બતાવી દીધી છે. આ શ્રેણી બંને ટીમો માટે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન 19 ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યું છે. ઇંગ્લેન્ડે પહેલી વન-ડે માટે 24 કલાક પહેલા જ પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી હતી. ટીમમાં 6 નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં ઘણા નવા ચહેરાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અનુભવી રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત કેટલાક અન્ય ખેલાડીઓ ટીમમાં પાછા ફર્યા છે.

ભારતીય ટીમ આ પ્લેઇંગ ઇલેવન સાથે પ્રથમ વનડેમાં મેદાનમાં ઉતરી શકે છે. રોહિત શર્મા અને શુભમન ગિલ ઇનિંગ્સની શરૂઆત કરતા જોવા મળી શકે છે. જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબરે આવશે. આ પછી શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર મેદાનમાં ઉતરશે. વરુણ ચક્રવર્તીને પણ ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ભારત નાગપુર વનડેમાં બે ઝડપી બોલરો, અર્શદીપ સિંહ અને મોહમ્મદ શમી સાથે પ્રવેશ કરી શકે છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં 107 વનડે રમાઈ છે, જેમાંથી ટીમ ઈન્ડિયા 58 વનડે જીતવામાં સફળ રહી છે જ્યારે ઇંગ્લેન્ડે 44 મેચ જીતી છે.

પીચ રિપોર્ટ

નાગપુરની પીચ સામાન્ય રીતે સ્પિનરો માટે યોગ્ય છે. હવે ભારતમાં ઉનાળાની ઋતુ શરૂ થવાની છે. આવી સ્થિતિમાં પીચ સૂકી રહેશે અને ઉચ્ચ સ્કોરિંગ મેચ જોવા મળશે નહીં. ભારતે તાજેતરના સમયમાં વનડેમાં પોતાના બેસ્ટ સ્પીન બોલરો ઉતાર્યા છે. ઇંગ્લેન્ડે તેના પ્લેઇંગ ઇલેવનમાં ફક્ત એક જ નિષ્ણાત સ્પિનર ​​આદિલ રશીદને તક આપી છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી વનડે મેચ નાગપુરમાં રમાશે. ગુરુવારે અહીં મહત્તમ દિવસનું તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. હવામાન વેબસાઇટ AccuWeather અનુસાર, સાંજે તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે

ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની પહેલી વન-ડેનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર થશે. ટી20 મેચો પહેલા સાંજે 7 વાગ્યે શરૂ થતી હતી પરંતુ વનડે મેચોમાં સમય બદલાઈ ગયો છે. વન-ડે મેચો બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 1 વાગ્યે થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
ભુવનેશ્વરની વાપસી,અભિષેક-સંજૂ-વૈભવ OUT; 2027 વર્લ્ડ કપ માટે અશ્વિને પસંદ કરી ટીમ
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget