શોધખોળ કરો

બિહાર ચૂંટણી પરિણામો 2025

(Source:  ECI | ABP NEWS)

રોહિત શર્માનો આ ખાસ મિત્ર બની શકે છે KKR નો મુખ્ય કોચ,ટીમ ઈન્ડિયા સાથે રહ્યું છે ખાસ કનેક્શન

KKR Head Coach: કોલકાતા નાઈટ રાઈડર્સનું IPL 2025 માં નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું, આ ટીમ આઠમા સ્થાને રહી હતી. નબળા પ્રદર્શન બાદ મુખ્ય કોચ ચંદ્રકાંત પંડિતે ટીમ છોડવાની જાહેરાત કરી હતી.

Kolkata Knight Riders: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે મીની-હરાજી 13 થી 15 ડિસેમ્બર વચ્ચે થવાની ધારણા છે. મીની-હરાજી પહેલા, બધી 10 ટીમોએ 15 નવેમ્બર સુધીમાં તેમની રીટેન્શન યાદીઓ સબમિટ કરવાની રહેશે. IPL પહેલા સપોર્ટ સ્ટાફમાં પણ ફેરફાર જોવા મળી રહ્યા છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેન વિલિયમસનને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) દ્વારા રણનીતિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. સાઈરાજ બહુતુલે પંજાબ કિંગ્સ (PBKS) નો સ્પિન બોલિંગ કોચ બન્યો.

હવે, શાહરૂખ ખાનની સહ-માલિકીની કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમમાં મોટો ફેરફાર થયો છે. ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડી અભિષેક નાયર ટીમના મુખ્ય કોચ બનશે. નાયર ભૂતપૂર્વ વિકેટકીપર ચંદ્રકાંત પંડિતનું સ્થાન લેશે, જેમણે IPL 2025 માં ટીમના ખરાબ પ્રદર્શન બાદ કોચિંગ પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, નાયરને ગયા અઠવાડિયે આ નિર્ણયની જાણ કરવામાં આવી હતી. KKR તરફથી ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.

ગયા વર્ષે જ્યારે અભિષેક નાયરને ભારતીય ટીમના સહાયક કોચ પદ પરથી દૂર કરવામાં આવ્યો હતો, ત્યારે KKR એ તેમને તેમના સપોર્ટ સ્ટાફમાં ઉમેર્યો હતો. નાયર અગાઉ KKR સાથે કામ કરી ચૂક્ય છે. તે વર્તમાન ટીમ ઈન્ડિયા કોચ ગૌતમ ગંભીર અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્મા સાથે મજબૂત સંબંધ ધરાવે છે. જ્યારે KKR એ IPL 2024 નો ખિતાબ જીત્યો, ત્યારે ગંભીરે ટીમના મેન્ટર તરીકે સેવા આપી હતી, અને નાયરે સહાયક કોચ તરીકે સેવા આપી હતી. ગંભીર અને નાયરે પાછળથી ટીમ ઈન્ડિયા સાથે સાથે કામ કર્યું હતું.

'હિટમેન' એ અભિષેક નાયર સાથે ટ્રેનિંગ લીધી હતી

રોહિત શર્માની ફિટનેસ સુધારવાનો શ્રેય અભિષેક નાયરને જાય છે. ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી પહેલા રોહિતે નાયર સાથે સખત તાલીમ લીધી અને લગભગ 11 કિલો વજન ઘટાડ્યું. નાયર ખેલાડીઓને શોધવા અને તેમના પ્રદર્શનમાં સુધારો કરવાની ક્ષમતા માટે જાણીતો છે. નાયરે કેએલ રાહુલ સહિત અન્ય ઘણા ખેલાડીઓની ફિટનેસ અને પ્રદર્શન સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

અભિષેક નાયરની મુખ્ય કોચ તરીકે નિમણૂક કોઈ આશ્ચર્યજનક વાત નથી, કારણ કે તેઓ ઘણા વર્ષોથી કોચિંગ જગતમાં ધૂમ મચાવી રહ્યો છે. નાયર આ વર્ષે મહિલા પ્રીમિયર લીગ (WPL) ટીમ UP વોરિયર્સના મુખ્ય કોચ તરીકે પણ સેવા આપી હતી. તે જોવાનું બાકી છે કે શું તેઓ બે અલગ અલગ લીગમાં બે અલગ અલગ ટીમોના મુખ્ય કોચ તરીકે સેવા આપવાનું ચાલુ રાખશે કે નહીં. 42 વર્ષીય ખેલાડીએ ભારતીય ટીમ માટે ફક્ત ત્રણ વન-ડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. કુલ મળીને, નાયર 103 ફર્સ્ટ-ક્લાસ મેચ, 99 લિસ્ટ A મેચ અને 95 T20 મેચ રમી છે, જેમાં અનુક્રમે 5749, 2145 અને 1291 રન બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
Advertisement

વિડિઓઝ

Delhi Blast | દિલ્હી બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો ખુલાસો, ડૉ.મુઝફ્ફરે અફઘાનિસ્તાન જઈને લીધી હતી આત્મઘાતી હુમલાની ટ્રેનિંગ
Jammu Kashmir | જમ્મુમાં ભયાનક બ્લાસ્ટમાં 9ના મોત, 29 ઇજાગ્રસ્ત અને પાંચની હાલત ગંભીર
Delhi Blast | દિલ્હી બ્લાસ્ટ મામલે વધુ એક ફરિયાદ, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે નોંધાવી ફરિયાદ
PM Modi Speech In Delhi : કોંગ્રેસ હવે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ, PM મોદીના બિહાર જીત બાદ પ્રહાર
Bihar Election Result Updates : નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવાને લઈ સસ્પેન્સ યથાવત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીની ઘોર અવગણના તેના યોગદાનને ભૂલી જવાયું:PM મોદી
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
ધોની રહ્યો પણ જાડેજા-કરન 'આઉટ', સંજુ સેમસન 'ઇન'! CSK એ 9 ખેલાડીઓને કર્યા રિલીઝ, જુઓ આખું લિસ્ટ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
પીએમ કિસાન 21મા હપ્તાની તારીખ જાહેર: આ દિવસે ₹2,000 ખાતામાં જમા થશે, PM મોદી કરશે જાહેરાત
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ
આ રીતે ખેડૂતોને સહાય કેમની મળશે? જૂનાગઢમાં 2 દિવસથી ખેડૂતો લાઇનમાં, ઓનલાઈન ફોર્મ ન ભરાતા આક્રોશ
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
બિહારના આગામી મુખ્યમંત્રી કોણ? NDAની ઐતિહાસિક જીત બાદ ચિરાગ પાસવાને જણાવ્યું નામ...
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
ભારતીય નોકરીઓ પર મોટું સંકટ: 20000000 લોકોની નોકરીઓ જોખમમાં! મધ્યમ વર્ગ માટે નિષ્ણાતોની મોટી ચેતવણી, જાણો શું છે મુખ્ય કારણ
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, FEMA કેસમાં EDનું સમન્સ, જાણો શું છે મામલો
Embed widget