શોધખોળ કરો

કોહલી-રોહિત-ગિલ-સૂર્યા... અભિષેક શર્માએ તમામને પાછળ છોડ્યા, વાનખેડેમાં બન્યા આ 5 મોટા રેકોર્ડ  

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 ઈન્ટરનેશનલ મેચમાં અભિષેક શર્માએ તેની સૌથી યાદગાર ઈનિંગ્સ રમી હતી.

Abhishek Sharma Big Records in Wankhede: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20 ઈન્ટરનેશનલ મેચમાં અભિષેક શર્માએ તેની સૌથી યાદગાર ઈનિંગ્સ રમી હતી. 24 વર્ષના અભિષેક શર્માએ T20 ઈન્ટરનેશનલ કરિયરની બીજી સદી પૂરી કરી અને માત્ર 50 બોલમાં 135 રન બનાવ્યા. તેણે શરૂઆતથી જ તોફાની બેટિંગ કરી અને મેદાનની ચારે બાજુ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા. માત્ર 37 બોલમાં પોતાની સદી પૂરી કરીને તે આ ફોર્મેટમાં રોહિત શર્મા પછી ભારતનો બીજો સૌથી ઝડપી સદી ફટકારનારો ખેલાડી બન્યો. અભિષેકે આ ઇનિંગ સાથે 5 મોટા રેકોર્ડ તોડ્યા છે. 

ટી20 સિરીઝની છેલ્લી મેચમાં અભિષેક શર્માએ ઈંગ્લેન્ડના બોલરોને રાહતનો શ્વાસ લેવાની તક આપી ન હતી. ઇનિંગ્સની શરૂઆતથી જ આક્રમક રીતે રમતા તેણે પહેલા 17 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને પછી 37 બોલમાં સદી પણ ફટકારી. ઓપનિંગ કરવા આવેલા આ યુવા બેટ્સમેને 18મી ઓવર સુધી બેટિંગ કરી અને આઉટ થતા પહેલા 13 સિક્સ અને 7 ફોર ફટકારી હતી. માત્ર 54 બોલનો સામનો કરીને અભિષેકે 135 રન ઉમેર્યા હતા. અભિષેકની વિસ્ફોટક ઇનિંગ્સે  વાનખેડેમાં હાજર ચાહકોને દંગ કરી દિધા હતા. 

T20 ઇન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર

135 રન - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે 2025
126* રન - શુભમન ગિલ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, અમદાવાદ 2023
123* રન - રૂતુરાજ ગાયકવાડ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ગુવાહાટી 2023
122* રન - વિરાટ કોહલી વિરુદ્ધ અફઘાનિસ્તાન, દુબઈ 2022
121* રન - રોહિત શર્મા વિરુદ્ધ અફઘાનિસ્તાન, બેંગલુરુ 2024

T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારત માટે સૌથી વધુ છગ્ગા

13 - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે 2025
10 - રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા, ઈન્દોર 2017
10 - સંજુ સેમસન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ડરબન 2024
10 - તિલક વર્મા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા,  2024

T20 ઇન્ટરનેશનલમાં ફુલ મેમ્બર ટીમો સામે સૌથી ઝડપી સદી (બોલની દ્રષ્ટિએ)

35 બોલ - ડેવિડ મિલર વિરુદ્ધ બાંગ્લાદેશ 2017
35 બોલ - રોહિત શર્મા વિરુદ્ધ શ્રીલંકા ઈન્દોર 2017
37 બોલ - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ વાનખેડે 2025
39 બોલ - જ્હોન્સન ચાર્લ્સ વિરુદ્ધ સાઉથ આફ્રીકા સેન્ચ્યુરિયન્સ 2023
40 બોલ - સંજુ સેમસન વિરુદ્ધ  બાંગ્લાદેશ હૈદરાબાદ 2024

પાવરપ્લેમાં અભિષેક શર્માએ બનાવેલા 58 રન એ ભારતીય બેટ્સમેન દ્વારા ટી20 મેચના પાવરપ્લેમાં બનાવેલા સૌથી વધુ રન છે. આ કિસ્સામાં, તેણે 2023માં ત્રિવેન્દ્રમમાં ઓસ્ટ્રેલિયા સામે યશસ્વી જયસ્વાલે બનાવેલા 53 રનને પાછળ છોડી દીધા.

ભારત માટે સૌથી ઝડપી T20I અડધી સદી (બોલ દ્વારા)

12 બોલ - યુવરાજ સિંહ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ડરબન 2007
17 બોલ - અભિષેક શર્મા વિરુદ્ધ ઈંગ્લેન્ડ, વાનખેડે 2025
18 બોલ - કેએલ રાહુલ વિરુદ્ધ સ્કોટલેન્ડ, દુબઈ 2021
18 બોલ - સૂર્યકુમાર યાદવ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી 2022  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
Embed widget