(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ZIM 2022: શિખર ધવને મળ્યો વરુણ ધવન, ટીમ ઈન્ડિયાના ખેલાડી સાથે શેર કરી તસવીર
Shikhar Dhawan & Varun Dhawan: શનિવારે ભારતીય ઓપનર શિખર ધવન બોલિવૂડ એક્ટર વરુણ ધવનને મળ્યો હતો. આ દરમિયાન ભારતીય ટીમના બાકીના ખેલાડીઓ પણ હાજર હતા. વરુણ ધવને આ ફોટો ટ્વિટર પર શેર કર્યો છે.
Shikhar Dhawan & Varun Dhawan: શનિવારે ભારતીય ઓપનર શિખર ધવન બોલિવૂડ એક્ટર વરુણ ધવનને મળ્યો હતો. આ દરમિયાન ભારતીય ટીમના બાકીના ખેલાડીઓ પણ હાજર હતા. વરુણ ધવને આ ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. આ સાથે ભારતીય ખેલાડીએ વરુણ ધવન અને અન્ય સાથી ખેલાડીઓને જોક્સ પણ સંભળાવ્યા હતા. બોલિવૂડ અભિનેતા વરુણ ધવને કહ્યું કે હું ભારતીય ટીમના ખેલાડીઓને મળવા અને વાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતો.
At 4 in the morning I was like a boy in a candy shop. Got very excited to meet and chat with our men in blue
— VarunDhawan (@Varun_dvn) August 13, 2022
About their upcoming tour. Also @SDhawan25 asked me a couple of riddles 😂 pic.twitter.com/DbknESJB0k
ઝિમ્બાબ્વે સામેની શ્રેણી માટે ધવન ઉપ-કેપ્ટન રહેશે
નોંધનિય છે કે, ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં કેએલ રાહુલ સુકાની રહેશે જ્યારે શિખર ધવન વાઇસ કેપ્ટન હશે. આ શ્રેણીની પ્રથમ મેચ 18 ઓગસ્ટે હરારેમાં રમાશે. હકીકતમાં, તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી કે શિખર ધવન ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં ભારતીય ટીમનો કેપ્ટન હશે, કારણ કે તે સમયે કેએલ રાહુલ ફિટ નહોતો, પરંતુ કેએલ રાહુલ ફિટ થયા બાદ તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
ધવન વેસ્ટ ઈન્ડિઝ શ્રેણીમાં ભારતીય કેપ્ટન હતો
આ પહેલા શિખર ધવન વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં ભારતીય ટીમનો કેપ્ટન હતો, તે સિરીઝમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં શિખર ધવન સાથે શુભમન ગીલે ઓપનિંગની ભૂમિકા ભજવી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની 3 વનડે શ્રેણીમાં કેપ્ટનશિપ ઉપરાંત તેણે શાનદાર બેટિંગ પણ કરી હતી. શિખર ધવને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 3 વનડેમાં 166 રન બનાવ્યા હતા.
ઝિમ્બાબ્વે સામે ભારતીય ટીમ
કેએલ રાહુલ (કેપ્ટન), શિખર ધવન (વાઈસ-કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકી), સંજુ સેમસન (વિકી), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, આવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર
આ પણ વાંચોઃ
Har Ghar Tiranga: અમિત શાહે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને ફરકાવ્યો તિરંગો, લોકોને કરી આ અપીલ
Independence Day 2022: પાણીનો બગાડ અટકાવવા અભિયાન ચલાવી રહી છે આ યુવતી, લોકોને કરે છે જાગૃત
IND vs ZIM ODI Series: ઝિમ્બાબ્વે રવાના થઈ ટીમ ઈન્ડિયા, BCCI એ શેર કરી તસવીરો