Asia Cup 2022: અફઘાનિસ્તાને એશિયા કપ માટે પોતાની ટીમ જાહેર કરી, આ ખેલાડીને બનાવ્યો કેપ્ટન...
એશિયા કપ 2022ની શરુઆત 27 ઓગસ્ટથી થઈ રહી છે. આ ટૂર્નામેન્ટની શરુઆત અફઘાનિસ્તાન અને શ્રીલંકાની વચ્ચેની મેચથી થશે. ત્યારે અફઘાનિસ્તાને આજે 17 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી.
Afghanistan Asia Cup Squad: એશિયા કપ 2022ની શરુઆત 27 ઓગસ્ટથી થઈ રહી છે. આ ટૂર્નામેન્ટની શરુઆત અફઘાનિસ્તાન અને શ્રીલંકાની વચ્ચેની મેચથી થશે. ત્યારે અફઘાનિસ્તાને આજે 17 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી. ટીમના કેપ્ટનનું પદ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીને સોંપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, એશિયા કપ 2022 માટે અફઘાનિસ્તાનના આયર્લેન્ડના ચાલુ પ્રવાસમાં રમી રહેલી 16-સભ્યોની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.
સમીઅલ્લાહ શિનવારીએ શરાફુદ્દીન અશરફનું સ્થાન લીધું છે અને સ્પિનર નૂર અહેમદને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શિનવારીએ છેલ્લે માર્ચ 2020માં આયર્લેન્ડ સામેની મેચમાં T20Iમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અશરફની સાથે, કૈસ અહેમદ અને નિજાદ મસૂદ સ્ટેન્ડબાય પર અન્ય બે ખેલાડીઓ છે. ટીમમાં રાશિદ ખાન, હઝરતુલ્લા ઝાઝાઈ, નજીબુલ્લાહ ઝદરાન અને મુજીબ ઉર રહેમાન જેવા અન્ય નિયમિત ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે.
ACB Name Squad for Asia Cup 2022
— Afghanistan Cricket Board (@ACBofficials) August 16, 2022
Kabul, 16 August 2022: Afghanistan Cricket Board today announced its 17-member squad for the ACC Men's T20 Asia Cup 2022, which will be played from 27th August to 11th September in the United Arab Emirates.
Read More: https://t.co/0Py8GqhiK4 pic.twitter.com/B5bK9tn2R4
ટીમ અંગે ચીફ સિલેક્ટર નૂર મલિકઝાઈએ કહ્યું કે, "એશિયા કપ અમારા માટે એક મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ છે અને તે પ્રમાણે અમે અમારા શ્રેષ્ઠ ઉપલબ્ધ ખેલાડીઓની પસંદગી કરી છે. સમીઉલ્લાહ શિનવારીને એશિયા કપ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શિનવારી ખૂબ જ સારા ફોર્મમાં છે અને બેટિંગમાં ટીમને વધુ પ્રોત્સાહન આપી શકે છે, આ સાથે ઈબ્રાહિમ ઝદરાન, હશમતુલ્લાહ શાહિદી, નજીબુલ્લાહ ઝદરાન અને મોહમ્મદ નબી પણ ટીમમાં છે."
આ પણ વાંચોઃ
IPL: CSK સાથેના મતભેદ બાદ જાડેજાને પોતાની ટીમમાં લેવા માટે આ ત્રણ ફ્રેંચાઈજી વચ્ચે થઈ શકે છે હરીફાઈ
Arvind Kejriwal Gujarat Visit: કેજરીવાલ સામે વાત કરતા યુવક થઈ ગયો ભાવુક, જુઓ બે હાથ જોડીને શું કરી વિનંતી
ITBP Bus Accident: ITBP જવાનોની બસને કાશ્મીરમાં નડ્યો અકસ્માત, 6 જવાનોના મોત