શોધખોળ કરો
આફઘાનિસ્તાનના ક્રિકેટરો મેદાન પર ઉતર્યા, આ નિયમો હેઠળ શરૂ કરી ટ્રેનિંગ
બોર્ડે શનિવારે ટ્રેનિંગ કેમ્પ વિશે માહિતી આપતા કહ્યું હતુ કે આફઘાનિસ્તાનના રાષ્ટ્રીય ખેલાડી આફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કાલથી કાબુલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવનારા કેમ્પમાં ભાગ લેશે
![આફઘાનિસ્તાનના ક્રિકેટરો મેદાન પર ઉતર્યા, આ નિયમો હેઠળ શરૂ કરી ટ્રેનિંગ afghanistan players resume cricket training in stadium આફઘાનિસ્તાનના ક્રિકેટરો મેદાન પર ઉતર્યા, આ નિયમો હેઠળ શરૂ કરી ટ્રેનિંગ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/09202725/Afghnistan-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે રમતમાં મોટુ નુકશાન થયુ છે, છેલ્લા બે મહિનાથી કોઇપણ જગ્યાએ ક્રિકેટની ગતિવિધિઓ ચાલુ નથી, હવે કેટલાક દેશોએ આ માટે ટ્રેનિંગની શરૂઆત કરી દીધી છે. હવે આ કડીમાં આફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ પણ સામેલ થઇ ગઇ છે. કડક સ્વાસ્થ્ય નિયમો અંતર્ગત રાષ્ટ્રીય ટીમે રવિવારે મેદાનમાં ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.
આફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને માસ્ક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કરતી તસવીરો શેર કરી છે. ટ્વીટર પર પૉસ્ટ શેરની લખ્યુ છે, રાષ્ટ્રીય ખેલાડીઓએ સ્વાસ્થ્ય નિયમોનુ પાલન કરતા કાબુલ ક્રિકેટ સ્ટેડિયમમાં ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.
બોર્ડે શનિવારે ટ્રેનિંગ કેમ્પ વિશે માહિતી આપતા કહ્યું હતુ કે આફઘાનિસ્તાનના રાષ્ટ્રીય ખેલાડી આફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા કાલથી કાબુલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવનારા કેમ્પમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસીની પુરેપુરી સંભાવના છે. 14 જુલાઇથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની સીરીઝ શરૂ થવા જઇ રહી છે. જોકે, કોરોના વાયરસના ખતરાને જોતા આ સીરીઝનુ આયોજન મેદાન પર દર્શકો વિના જ કરવામાં આવશે.
![આફઘાનિસ્તાનના ક્રિકેટરો મેદાન પર ઉતર્યા, આ નિયમો હેઠળ શરૂ કરી ટ્રેનિંગ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/09202732/Afghnistan-02-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)