Team India Future Captain: રોહિત શર્મા પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? દિગ્ગજ ખેલાડીએ આપ્યું ચોંકાવનારું નામ
Team India Future Captain: ભારતના ક્રિકેટર રોબિન ઉથપ્પાએ જણાવ્યું કે રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વનડેની કપ્તાની કોણ સંભાળી શકે છે. અનુભવી ક્રિકેટર રોબિન ઉથપ્પાએ આ અંગે પોતાનો મત આપ્યો છે.
![Team India Future Captain: રોહિત શર્મા પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? દિગ્ગજ ખેલાડીએ આપ્યું ચોંકાવનારું નામ After Rohit Sharma, Robin Uthappa made a statement about the captaincy of Team India in Tests and ODIs Team India Future Captain: રોહિત શર્મા પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન? દિગ્ગજ ખેલાડીએ આપ્યું ચોંકાવનારું નામ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/26/aab756fcf737d2a9f8f1789bfe3284701658830249_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Team India Future Captain: ભારતના ક્રિકેટર રોબિન ઉથપ્પાએ જણાવ્યું કે રોહિત શર્મા બાદ ટીમ ઈન્ડિયાની ટેસ્ટ અને વનડેની કપ્તાની કોણ સંભાળી શકે છે. અનુભવી ક્રિકેટર રોબિન ઉથપ્પાએ કહ્યું કે ભારતનો ઝડપી બોલર જસપ્રિત બુમરાહ એક મહાન ટેસ્ટ કેપ્ટન હશે. બુમરાહે તાજેતરમાં એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડ સામે ફરીથી નિર્ધારિત પાંચમી ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાં ભારતની ટીમને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.
રોહિત પછી કોણ બનશે ભારતનો વનડે અને ટેસ્ટ કેપ્ટન?
રોબિન ઉથપ્પાએ કહ્યું, 'મારા મતે બુમરાહ ટેસ્ટ ક્રિકેટ માટે એક શાનદાર કેપ્ટન હશે. ODI માટે, વિકલ્પો જોઈએ તો, કેએલ રાહુલ અથવા રિષભ પંત હશે. રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલી વિશે પણ વાત કરી હતી. હાલમાં જ એવી ચર્ચા ચાલી રહી હતી કે શું વિરાટ કોહલી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હોવાથી તેણે રમતમાંથી બ્રેક લેવો જોઈએ કે કેમ, ઉથપ્પાએ કહ્યું, 'અમારી પાસે ન તો સ્થિતિ છે કે ન તો તેની રમત પ્રત્યેની ક્ષમતા પર કોઈ પ્રશ્ન કરવાનો અધિકાર અને ન તો કોઈ કોઈ આધાર.' તેમણે આગળ કહ્યું, તે (કોહલી) મેચ વિનર છે અને વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે.
ઉથપ્પા ઘણા ક્રિકેટરો માટે પ્રેરણા છે
માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે જાણીતા, ઉથપ્પા ઘણા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છે. તેણે પોતાની રિકવરીની યાત્રા વિશે જણાવ્યું. તેણે કહ્યું, મેં લોકો સાથે વાત નથી કરી કારણ કે હું આંતરિક રીતે ઘણા મુદ્દાઓ સાથે કામ કરી રહ્યો હતો અને તેથી જ લોકો મને ઘમંડી માનતા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)