Gujarat Monsoon: છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, 41 તાલુકામાં વરસ્યું કાચું સોનું
Gujarat Monsoon: 8 તાલુકાઓમાં 2 થી 3 ઈંચ, 41 તાલુકાઓમા 1 થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે, આ વરસાદ ખેડૂતો માટે કાચું સોનું હોવાથી ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 67.84 ટકા થયો છે.
Gujarat Monsoon: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 જિલ્લા ના 201 તાલુકાઓમાં વરસાદ થયો છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. અરવલ્લીના ધનસુરા તાલુકામાં 3.5 ઈંચ, ગાંધીનગરના દહેગામ તાલુકા મા ૩ ઈંચ, અરવલ્લીના બાયડ અને ભિલોડા તાલુકા મા ૩-૩ ઈંચ, આણંદના પેટલાદ તાલુકામાં ૩ ઈંચ, બનાસકાંઠાના દાંતા તાલુકામાં ૩ ઈંચ, રાજ્યના અન્ય 8 તાલુકાઓમાં 2 થી 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 41 તાલુકાઓમા 1 થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે, આ વરસાદ ખેડૂતો માટે કાચું સોનું હોવાથી ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. રાજ્યમાં સીઝનનો કુલ વરસાદ 67.84 ટકા થયો છે.
ગુજરાતમાં થઈ મંકીપોક્સની એન્ટ્રી ? જાણો વિગત
ભારતમાં કેરળમાં ત્રણ અને દિલ્હીમાં એક સહિત કુલ ચાર મંકીપોક્સ કેસ નોંધાયા છે. આ કેસની ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ હોવાની અટકળો છે. રાજકોટ જેલમાં બે શંકાસ્પદ મંકીપોક્સ કેસ આવ્યા હોવાની આશંકા છે. આ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જેલમાં 6 જેટલા દર્દીઓ બીમાર છે, જે પૈકી બે ના સેમ્પલ અમદાવાદમાં મોકલવામાં આવ્યા છે. દર્દીનો રિપોર્ટ બે દિવસ બાદ આવશે.
અમદાવાદમાં વોર્ડ તૈયાર કરાયો
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મંકીપોક્સના ટેસ્ટ માટે 45 જેટલી કિટ મગાવવામાં આવી છે. મંકીપોક્સના રીઝલ્ટ માટે 16 કલાક જેટલી રાહ જોવી પડશે. પ્રાપ્ત વિગતો અનુસાર દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તકેદારી વધારી દેવામાં આવી છે. મંકીપોક્સ માટે હાલમાં 8 બેડનો અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જરૃર પડશે તો આ વોર્ડમાં બેડની સંખ્યા વધારીને 18 કરવામાં આવશે. સ્થિતિ વધુ વકરે તો તેવી સ્થિતિમાં 1200 બેડ હોસ્પિટલનો ઉપયોગ મંકીપોક્સના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ દર્દીમાં મંકીપોક્સ છે કે નહીં તે ચકાસવા માટે 45 જેટલી કિટ મગાવાઇ છે. આરટીપીસીઆરની જેમ જ તેમાં ટેસ્ટ કરાશે. દર્દીની સ્થિતિ વધુ ગંભીર હોય તો તેવી સ્થિતિમાં સીરમથી પણ ચકાસી શકાશે. રાહતની વાત એ છે કે, ગુજરાતમાં હજુ સુધી મંકીપોક્સનો એકપણ શંકાસ્પદ દર્દી નથી. તજજ્ઞાોના મતે તાવ દરમિયાન ખંજવાળવાળી ફોલ્લી થવી, ચહેરા-હાથ-શરીરના અન્ય ભાગો પર ચકામા-દાણા નીકળવા મંકીપોક્સના કેટલાક લક્ષણો છે.
82 દેશોમાં 17 હજારથી વધુ કેસ
મંકીપોક્સ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. તે ભારત સહિત વિશ્વના 80 દેશોમાં ફેલાયો છે. 17 હજારથી વધુ લોકોના મોત થયા છે અને પાંચ લોકોના મોત પણ થયા છે. Monkeypoxmeter.com પર ઉપલબ્ધ આંકડા મુજબ દુનિયાના 82 દેશોમાં અત્યાર સુધી 17,796 કેસ સામે આવ્યા છે અને પાંચ લોકોના મોત થયા છે. જેમાં ભારતના ચાર કેસનો સમાવેશ થાય છે.
ડબલ્યુએચઓ દ્વારા મંકીપોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરવાનું સૌથી મોટું કારણ એ છે કે હવે આ રોગના ઝડપથી ફેલાવાનું જોખમ વધી ગયું છે અને તેથી આંતરરાષ્ટ્રીય સ્તરે સાથે મળીને મંકીપોક્સ સામે લડવાની જરૂર છે. જૂનના અંતથી જુલાઈની શરૂઆત સુધી, પુષ્ટિ થયેલ ચેપની સંખ્યામાં 77 ટકાનો વધારો થયો છે. ગે લોકોમાં હાલ સંક્રમણનો સૌથી વધુ ખતરો છે, આ વર્ષે આફ્રિકામાં આ વાયરસથી પાંચ લોકોના મોત થયા છે. આફ્રિકાની બહાર મંકીપોક્સથી હજી સુધી કોઈ મૃત્યુ થયું નથી. ખાસ કરીને ગે અને બાયસેક્સ્યુઅલ આ રોગનો વધુ ભોગ બને છે. તેના લક્ષણો ઘણીવાર જનનાંગો અને ગુદા પર ફોલ્લીઓ તરીકે ઉભરી આવે છે. તેથી જ ડોકટરો તેને હર્પીસ અથવા સિફિલિસ હોવાનું નિદાન કરે છે.
આ રોગ કેટલો ખતરનાક છે?
જો આ બીમારીના ખતરાની વાત કરીએ તો આ વાયરસ કોરોના વાયરસથી ઓછો ખતરનાક છે. તેના કેસોમાં મૃત્યુદર પણ ઓછો છે. આ વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાના માત્ર 5 દેશોના મોત થયા છે. આ રોગમાં મનુષ્યથી મનુષ્યમાં ચેપ લાગી શકે છે. તેનું રક્ષણ કરવું સૌથી જરૂરી છે. કોરોનાની જેમ તેમાં પણ માસ્ક પહેરવું જરૂરી છે. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જરૂરી છે. તેના પરીક્ષણ માટે ત્વચામાંથી સેમ્પલ લેવામાં આવે છે. સ્કિન ટેસ્ટ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવે છે. આ ટેસ્ટ બાદ જ ખબર પડે છે કે સંક્રમિત વ્યક્તિને મંકીપોક્સ વાયરસ છે કે અન્ય કોઈ બીમારી છે.