Gujarat Hooch Tragedy: રોજીદ ગામે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 5 લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા, આખું ગામ હિબકે ચડ્યું
Gujarat Hooch Tragedy: પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી છે. એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
Gujarat Hooch Tragedy Update: બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. ધંધુકાની આરએમએસ હોસ્પિટલમાં 11 લોકોના મોત થયા છે. ધંધુકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 3 લોકોના મોત થયા છે. ભાવનગર, બરવાળાની હોસ્પિટલમાં 11 દર્દીઓના મોત થયા છે. હજુ પણ ભાવનગર સિવિલમાં 30થી વધુ લોકો સારવાર હેઠળ છે. હજુ પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 13થી વધુ લોકો સારવાર હેઠળ છે.
આ દરમિયાન બોટાદના રોજીદ ગામે એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી છે. પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નીકળી છે. એક સાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ
બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલ વપરાયું હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પોસ્ટમોર્ટમ અને એફએસએલ રિપોર્ટમાં મોટો ધડાકો થયો છે. દેશી દારૂમાં 98.71 ટકા ડાયરેક્ટ મિથાઇલ આલ્કોહોલનો ઉપયોગ થયો હતો. દારૂની બદલે ડાયરેક્ટ ઔદ્યોગિક કેમિકલનો ઉપયોગ થયાનો ખુલાસો થયો છે. ઔદ્યોગિક કેમિકલ અમદાવાદની AMOS કંપનીમાંથી ચોરાયું હોવાનો ખુલાસો થયો છે. કંપનીના વોચમેને મિથાઇલ આલ્કોહોલની ચોરી કર્યાનું સામે આવ્યયું છે. વોચમેન દિનેશ રાજપૂત નામના રીક્ષા ચાલકે કેમિકલ વેચ્યું હતું. દિનેશ રાજપૂતે જ જયેશને કેમિકલ વેચ્યું હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદના પીપળજમાં તૈયાર થયેલા કેમિકલમાંથી દારૂ બન્યો હતો.
આ પણ વાંચોઃ
Gujarat Monsoon: છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, 41 તાલુકામાં વરસ્યું કાચું સોનું
Monkeypox Cases Gujarat: ગુજરાતમાં થઈ મંકીપોક્સની એન્ટ્રી ? જાણો વિગત
India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો