શોધખોળ કરો
મોટેરાના મેદાનમાં ઉતરતાં જ ઇશાન્ત શર્માના નામે નોંધાશે આ ખાસ રેકોર્ડ, સામેલ થશે કપિલ દેવના ક્લબમાં, જાણો વિગતે
32 વર્ષીય ઇશાન્ત શર્માએ પોતાની ટેસ્ટ કેરિયરની શરૂઆ વર્ષ 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં કરી હતી, ઇશાન્તે બાંગ્લાદેશ સામે પોતાનુ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ
![મોટેરાના મેદાનમાં ઉતરતાં જ ઇશાન્ત શર્માના નામે નોંધાશે આ ખાસ રેકોર્ડ, સામેલ થશે કપિલ દેવના ક્લબમાં, જાણો વિગતે ahmedabad test will be historical for ishant sharma મોટેરાના મેદાનમાં ઉતરતાં જ ઇશાન્ત શર્માના નામે નોંધાશે આ ખાસ રેકોર્ડ, સામેલ થશે કપિલ દેવના ક્લબમાં, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/22200513/Ishant-Sharma-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આગામી ત્રીજી ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવવાની છે. 24 ફેબ્રુઆરીએ બન્ને ટીમો ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં જીત મેળવવા મેદાનમાં ઉતરશે. પરંતુ આ ટેસ્ટ ભારતીય ફાસ્ટ બૉલર ઇશાન્ત શર્મા માટે ખાસ ઐતિહાસિક બની શકે છે. જો મોટેરામાં પ્લેઇંગ ઇલેવનમાં ઇશાન્ત શર્માને સ્થાન મળે છે તો આ ટેસ્ટ તેની 100મી ટેસ્ટ બની જશે. આ સાથે તે 100 ટેસ્ટ રમનારા ખાસ બૉલરોની યાદીમાં કપિલ દેવ બાદ બીજા નંબર પર આવી જશે.
તાજેતરમાં જ ઇશાન્ત શર્માએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પોતાની ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટો પણ પુરી કરી છે.
32 વર્ષીય ઇશાન્ત શર્માએ પોતાની ટેસ્ટ કેરિયરની શરૂઆ વર્ષ 2007માં રાહુલ દ્રવિડની કેપ્ટનશીપમાં કરી હતી, ઇશાન્તે બાંગ્લાદેશ સામે પોતાનુ ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ.
બનશે 100મી ટેસ્ટ રમનારો 12મો ભારતીય ખેલાડી...
જો ઇશાન્ત મોટેરાના મેદાન પર ટેસ્ટ રમવા ઉતરશે તો તે 100ની ટેસ્ટ રમનારો 12મો ભારતીય ખેલાડી બની જશે. આ લિસ્ટમાં અત્યાર સુધી સચિન તેંદુલકર (200), રાહુલ દ્રવિડ (163), વીવીએસ લક્ષ્મણ (134), અનિલ કુંબલે (132), કપિલ દેવ (131), સુનિલ ગાવસ્કર (125), દિલિપ વેંગસરકર (116), સૌરવ ગાંગુલી (113), વિરેન્દ્ર સહેવાગ (103) અને હરભજન સિંહ (103) 100 કે તેનાથી વધુ ટેસ્ટ રમી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)