Ajit Agarkar: પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર બન્યા નવા ચીફ સિલેક્ટર
અજિત અગરકર ચીફ સિલેક્ટર તરીકે ચેતન શર્માનું સ્થાન લેશે. BCCIએ અજિત અગરકરને ચીફ સિલેક્ટર બનાવવા માટે પગારમાં પણ વધારો કર્યો છે.
Ajit Agarkar: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા ચીફ સિલેક્ટર કોણ હશે આ વાતનો જવાબ મળી ગયો છે. પૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકરની ચીફ સિલેક્ટરના પદ પર પસંદગી કરવામાં આવી છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અજિત અગરકર ચીફ સિલેક્ટર તરીકે ચેતન શર્માનું સ્થાન લેશે. BCCIએ અજિત અગરકરને ચીફ સિલેક્ટર બનાવવા માટે પગારમાં પણ વધારો કર્યો છે. બીસીસીઆઈ આ અંગે સત્તાવાર ટ્વિટ કરી જાણ કરી છે.
🚨 NEWS 🚨: Ajit Agarkar appointed Chairman of Senior Men’s Selection Committee.
— BCCI (@BCCI) July 4, 2023
Details 🔽https://t.co/paprb6eyJC
અગરકરનું ચીફ સિલેક્ટર બનવાનું લગભગ નક્કી હતું
અજિત અગરકરનું ચીફ સિલેક્ટર બનવાનું લગભગ નક્કી હતું. ગત વખતે જ્યારે ચેતન શર્માને ફરીથી ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા ત્યારે અજિત અગરકર પણ રેસમાં સામેલ હતા. જો કે ત્યારબાદ ચેતન શર્મા બાજી મારવામાં સફળ રહ્યો હતો. પરંતુ ચેતન શર્માનું એક સ્ટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થયું, જેના કારણે તેમને ચીફ સિલેક્ટરનું પદ છોડવું પડ્યું. ચીફ સિલેક્ટરની જગ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી ખાલી હતી. હવે આ પદ માટે અજિત અગરકરની પસંદગી કરવામાં આવી છે.
અગરકર અગાઉ દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા
અગરકર અગાઉ દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા. પરંતુ થોડા દિવસો પહેલા અગરકરે દિલ્હી કેપિટલ્સ છોડી દીધી હતી. આ પછી સ્પષ્ટ થઈ ગયું હતું કે અગરકરને ચીફ સિલેક્ટર બનાવવામાં આવશે. આવતા મહિને રમાનારી એશિયા કપ પહેલા અજિત અગરકરની નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સાથે આ વર્ષે યોજાનાર વર્લ્ડ કપને લઈને અજિત અગરકરની ભૂમિકા મહત્વની રહેશે.
અજિત અગરકરે ભારત માટે 26 ટેસ્ટ, 191 વનડે અને 4 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. જેમાંથી તેના નામે કુલ 349 ઇન્ટરનેશનલ વિકેટ છે. IPLમાં પણ તે કોલકાતા નાઈટરાઈડર્સ અને દિલ્હી ડેયરડેવિલ્સ માટે થોડી સીઝન રમી ચૂક્યો છે. આટલા અનુભવના કારણે તેની દાવેદારી અન્ય પૂર્વ ક્રિકેટર કરતા વધુ મજબૂત હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ઓછા અનુભવીની સિલેક્ટર તરીકે પસંદગી થવી એ બીસીસીઆઈ પર સવાલ ઊઠાવતું હતું. આવામાં હવે અગરકર પોતાના ઇન્ટરનેશનલ ક્રિકેટના અનુભવના કારણે ચીફ સિલેક્ટરના પદ પર રહીને સારી ટીમ પસંદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.