(Source: ECI/ABP News/ABP Majha)
ક્રિકેટમાં કમાલ, 12 વર્ષના બૉલરે 6 બૉલમાં 6 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા, ડબલ હેટ્રિક લઇને બનાવ્યો અનોખો રેકોર્ડ
ઈંગ્લેન્ડના બ્રૉમ્સગ્રૉવ ક્રિકેટ ક્લબ તરફથી રમતા ઓલિવર વ્હાઈટહાઉસે આ કારનામું કર્યું છે. ડાબોડી સ્પિન બૉલર ઓલિવર વ્હાઈટહાઉસે 6 બૉલમાં સળંગ 6 વિકેટો ઝડપીને બધાને ચોંકાવી દીધા છે.
A 12 Year Old boy Oliver Whitehouse Take Double Hat trick: દુનિયામાં આજકાલ ક્રિકેટની રમતને વધુને વધુ મહત્વ મળી રહ્યું છે, ભારતમાં પણ લોકો ક્રિકેટ પાછળ ખુબ ગાંડા છે, આમાં એક વાત ખાસ છે કે, ક્રિકેટની રમત અનિશ્ચિતતાઓથી ભરેલી છે, અને આ વાતમાં કોઈ શંકા નથી. એક ઓવરમાં જ્યાં બેટ્સમેન ક્યારેક સતત 6 છગ્ગા ફટકારે છે તો બૉલર પણ એક ઓવરમાં હેટ્રિક લેવાનું કારનામું કરતા દેખાય છે, પરંતુ આ બંને વસ્તુઓ વારંવાર જોવા મળતી નથી. હવે આ બધાની વચ્ચે ઈંગ્લેન્ડમાં 12 વર્ષના એક છોકરાએ એવું કારનામું કર્યું જે આજસુધી કોઈ બૉલર માટે કરવું લગભગ અશક્ય છે.
ઈંગ્લેન્ડના બ્રૉમ્સગ્રૉવ ક્રિકેટ ક્લબ તરફથી રમતા ઓલિવર વ્હાઈટહાઉસે આ કારનામું કર્યું છે. ડાબોડી સ્પિન બૉલર ઓલિવર વ્હાઈટહાઉસે 6 બૉલમાં સળંગ 6 વિકેટો ઝડપીને બધાને ચોંકાવી દીધા છે. ઓલિવરે પોતાના જાદુઈ સ્પિન સ્પેલમાં 6 બૉલમાં સળંગ 6 વિકેટો લીધી અને પોતાની રેકોર્ડ ડબલ હેટ્રિક પૂરી કરી હતી.
ઓલિવર વ્હાઇટહાઉસના કારનામા બાદ બ્રૉમ્સમગ્રૉવ ક્રિકેટ ક્લબના કેપ્ટન જેડન લેવિટે બીબીસીને આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે ઓલિવરે જે કર્યું છે તેના પર તેઓ વિશ્વાસ નથી કરી શકતા. ઓલિવર પોતે કરેલા પરાક્રમના મહત્વથી વાકેફ નહીં હોય. તે ચોક્કસપણે આ બધી બાબતોને પછીથી સમજી શકશે.
In an under 12 game on Friday, Ollie Whitehouse completed cricket by taking 6 wickets in an over… all bowled
😳😳😳😳😳😳https://t.co/dbpKjo8ltr@bbctms @ThatsSoVillage @CowCornerPod pic.twitter.com/Zn4DXTWCHl — Bromsgrove Cricket Club (@BoarsCricket) June 11, 2023
ઝડપી કુલ 8 વિકેટો -
ઓલિવરના આ પરાક્રમની માહિતી તેની પોતાની ક્લબ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા એક પૉસ્ટ દ્વારા આપવામાં આવી હતી. તેને વાઈરલ થતા વધુ સમય નથી લાગ્યો. ડાબોડી સ્પિનર ઓલિવરે આ મેચમાં 2 ઓવર ફેંકી હતી, જેમાં તેને કોઈ રન આપ્યા વિના કુલ 8 વિકેટ ઝડપી હતી. ઓલિવર એક એવા પરિવારમાંથી આવે છે જે રમતગમત સાથે લાંબો સંબંધ ધરાવે છે.
What an achievement for our u12 player. His final match figures were 2–2-8-0 ! Only 2 wickets in his second over 🐗🏏 pic.twitter.com/0L0N36HIcI
— Bromsgrove Cricket Club (@BoarsCricket) June 11, 2023
--
વનડે વર્લ્ડકપ પહેલા ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ત્રણ વાર ટકરાશે
ક્રિકેટ ફેન્સ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જોવડાવ્યા બાદ હવે એશિયા કપ 2023ની સ્થિતિ સ્પષ્ટ થઇ ગઇ છે. ભારત અને પાકિસ્તાની ટીમો ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં આમને સામને ટકરાતી જોવા મળશે. તાજેતરમાં જ એશિયા કપ 2023ની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે ગુરુવારે (15 જૂન) ટૂર્નામેન્ટની તારીખોની ઓફિશિયલ જાહેરાત કરી હતી. એશિયા કપ 2023 આગામી 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે. વળી, આ ટૂર્નામેન્ટ દ્વારા ભારત અને પાકિસ્તાનના ફેન્સ માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. હકીકતમાં ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ રોમાંચક મેચ જોવા મળી શકે છે. માન્યામાં નહીં આવે પરંતુ આ વાત સાચી છે. ODI વર્લ્ડકપ 2023 પહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ મેચ જોવા મળી શકે છે. એશિયા કપમાં કુલ 6 ટીમો ભાગ લેશે, જેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને નેપાળની ટીમનો સમાવેશ થાય છે. તમામ ટીમોને 3-3 ના બે જૂથોમાં વહેંચવામાં આવી છે, A અને B. ગૃપ-Aમાં ભારત, પાકિસ્તાન અને નેપાળની ટીમ છે, તો વળી. B ગૃપમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.
આવી રીતે થઇ શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચો -
બંને ગ્રુપમાં હાજર તમામ ટીમો એકબીજા સામે એક-એક મેચ રમશે, આ રીતે ગૃપ સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મેચ જોવા મળશે. બંને વચ્ચેની આ મેચ ઓફિશિયલી નક્કી છે.
આ પછી ગૃપ-Aમાંથી ભારત અને પાકિસ્તાન ટોપ-4માં ક્વૉલિફાય થવાની પ્રબળ સંભાવના છે. વળી, સુપર-4માં, તમામ ટીમો ટોપ-2માં રહેવા અને ફાઈનલ માટે ક્વૉલિફાય કરવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરશે, આવામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બીજી મેચ અહીં જોવા મળી શકે છે.
બીજીબાજુ જો ભારત અને પાકિસ્તાનની ટીમો સુપર-4 જીતીને ફાઇનલમાં પહોંચે છે તો બંને વચ્ચેની ત્રીજી મેચ ફાઇનલ તરીકે જોવા મળી શકે છે.