શોધખોળ કરો

મંકીગેટથી લઇને દારૂની લત સુધી, આ વિવાદોના કારણે સાયમન્ડ્સ રહ્યો હતો ચર્ચામાં

ક્વીન્સલેન્ડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એન્ડ્ર્યૂ સાયમન્ડ્સની કારનો અકસ્માત શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે થયો હતો

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ક્રિકેટર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ નિધન થઇ ગયુ છે. જાણકારી અનુસાર, પૂર્વ ક્રિકેટરનુ કાર અકસ્માતમાં મોત થયુ છે. શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં એક કાર એક્સિડેન્ટ થતાં પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યૂ સાયમન્ડ્સનુ મૃત્યુ થઇ ગયુ છે. સાયમન્ડ્સને બચાવવાના કોશિશ કરવામાં આવી પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યાં હતા.

ક્વીન્સલેન્ડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે એન્ડ્ર્યૂ સાયમન્ડ્સની કારનો અકસ્માત શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે થયો હતો. એન્ડ્ર્યૂ સાયમન્ડ્સ પોતે કાર ચલાવી રહ્યા હતા. અચાનક તેની કાર પલટી ગઇ હતી. ફોરેન્સિક ક્રેશ યુનિટ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે.

46 વર્ષીય ક્રિકેટર સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા તરફથી 26 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 40.6ની એવરેજથી 1462 રન બનાવ્યા છે. સાયમન્ડસે 198 વનડેમાં 39.8ની એવરેજથી 5088 રન બનાવ્યા છે, આ ઉપરાંત 14 આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં 48.1ની એવરેજથી 337 રન બનાવ્યા છે. સાયમન્ડ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ પોતાનો દમ બતાવ્યો  છે, તેને 39 આઇપીએલ મેચો રમી છે, જેમાં 36.1ની એવરેજથી 974 રન બનાવ્યા છે. એન્ડ્ર્યૂ સાયમન્ડ્સના નિધન પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે ટ્વિટ કરી લખ્યું હતું કે આ ખરેખર દુઃખદાયક છે. પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ખેલાડી શોએબ અખ્તરે ટ્વીટ કર્યું કે મેદાનમાં અને તેની બહાર પણ અમારા સારા સંબંધો હતા.

મંકીગેટ વિવાદ

2008માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એન્ડ્ર્યુ સાયમન્ડ્સે દાવો કર્યો હતો કે ભારતીય ઓફ સ્પિનર ​​હરભજન સિંહે તેને મંકી કહ્યો હતો. આ મામલાની સુનાવણી બાદ ભારતીય ઓફ સ્પિનરને ક્લીનચીટ આપવામાં આવી હતી. આ કેસને 'મંકીગેટ' કહેવામાં આવે છે.

સાયમન્ડ્સે ઓસ્ટ્રેલિયા તરફથી મે 2009માં તેની છેલ્લી મેચ રમી હતી. એક મહિના પછી તેને દારૂ પીવા સંબંધિત અને અન્ય મુદ્દાઓ પર અનેક નિયમો તોડવા બદલ ટી-20 વર્લ્ડકપની ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેનો  કોન્ટ્રાક્ટ ખત્મ કરી દીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget