Arshdeep Singh Troll: અર્શદીપના વિકિપીડિયા પેજમાં થઈ છેડછાડ, 'ખાલિસ્તાની' લખવા અંગે સરકારે લીધું એક્શન
મેચમાં એક રોમાંચક ટર્ન ઉપર ભારતના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલીનો ખૂબ જ સરળ કેચ છોડ્યો હતો.
Arshdeep Singh on Wikipedia: એશિયા કપ 2022ની સુપર 4 મેચમાં રવિવારે પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં એક રોમાંચક ટર્ન ઉપર ભારતના યુવા ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલીનો ખૂબ જ સરળ કેચ છોડ્યો હતો. આ કેચ છોડ્યા બાદ અર્શદીપની ભારે ટીકા થઈ રહી છે. અર્શદીપને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.
વિકિપીડિયા પ્રોફાઇલમાં થઈ છેડછાડઃ
મેચના મહત્વના સમયે કેચ છોડવા બદલ અર્શદીપ સિંહને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર, વિકિપીડિયા પર અર્શદીપ સિંહના પેજ પર એક મોટો ફેરફાર જોવા મળ્યો અને ત્યાં 'ખાલિસ્તાની' સંગઠન સાથે અર્શદીપનું કનેક્શન જોડી દેવામાં આવ્યું હતું. આ મામલે ભારત સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે અને IT મંત્રાલયે આ મામલે વિકિપીડિયાને નોટિસ મોકલી છે અને તેમની પાસેથી જવાબ માંગ્યો છે. હાલમાં વિકિપીડિયાએ અર્શદીપની પ્રોફાઇલમાં સુધારો કર્યો છે.
અર્શદીપ સતત ટ્રોલ થઈ રહ્યો છે
મહત્વપૂર્ણ છે કે, અર્શદીપ સિંહે મેચની 18મી ઓવરમાં એક સરળ કેચ છોડ્યો હતો. આ માટે તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકો અર્શદીપને ખાલિસ્તાની કહી રહ્યા છે. તેના સમર્થનમાં હરભજન સિંહ સહિત અનેક હસ્તીઓ સામે આવી છે. અર્શદીપ યુવા ભારતીય બોલર છે.
મહત્વપૂર્ણ છે કે, પાકિસ્તાન સામેની હાર બાદ ટીમ ઈન્ડિયા સુપર ફોરના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે અને તેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત સુપર ફોરમાં આગામી મેચ શ્રીલંકા સામે રમશે. આ મેચ 6 સપ્ટેમ્બરે રમાશે. આ પછી 8 સપ્ટેમ્બરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે. જો ભારતને એશિયા કપની ફાઇનલમાં પહોંચવું હોય તો તેણે પોતાની બંને મેચ જીતવી પડશે.
આ પણ વાંચો....
Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?
IND vs PAK Top-10 Meme: મેચ હાર્યા બાદ ટ્રોલ થયો અર્શદીપ, આ ખેલાડીઓ પર પણ બન્યા મીમ