Ashwin Test Record: અશ્વિને રચ્ચો ઈતિહાસ, આ કારનામું કરનારો બીજો ભારતીય બોલર બન્યો
IND vs AUS, 1st Test: અશ્વિન 450 વિકેટ ઝડપનારો બીજો ભારતીય બોલર બન્યો હતો. આ ઉપરાંત ટેસ્ટમાં મુરલીધરન (80 ટેસ્ટ) પછી સૌથી ઝડપી 450 વિકેટ પૂરી કરી હતી
IND vs AUS, 1st Test: ભારતીય સ્પિન બોલર આર અશ્વિને એલેક્સ કેરીને 36 રને આઉટ કરવાની સાથે જ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે 450 વિકેટ ઝડપનારો બીજો ભારતીય બોલર બન્યો હતો. આ ઉપરાંત ટેસ્ટમાં મુરલીધરન (80 ટેસ્ટ) પછી સૌથી ઝડપી 450 વિકેટ પૂરી કરી હતી. અશ્વિને 89મી ટેસ્ટમાં આ સિદ્ધી હાંસલ કરી હતી. આ ઉપરાંત તેણે મેગ્રાથ 24,474 બોલ બાદ 23,635 બોલમાં સૌથી ઝડપી 450 વિકેટ ઝડપી હતી.
શ્રીલંકાના મુથૈયા મુરલીધરને માત્ર 80 ટેસ્ટમાં જ 450 વિકેટોના આંકડાને પાર કરી લીધો હતો. વળી, આર અશ્વિન અત્યાર સુધી 89 ટેસ્ટ મેચોમાં 451 વિકેટો લઇ ચૂક્યો છે. નાગપુર ટેસ્ટમાં એક વિકેટ લેતાની સાથે જ તે ટેસ્ટમાં 450+ વિકેટો લેનારો 9મો બોલર બન્યો હતો.
Alex Carey becomes R Ashwin's 450th Test victim 👏#WTC23 | #INDvAUS | 📝 https://t.co/rzMJy0hUFm pic.twitter.com/9g6luAiqWt
— ICC (@ICC) February 9, 2023
આવો છે આર અશ્વિનનો ટેસ્ટમાં બૉલિંગ રેકોર્ડ -
આર અશ્વિને પોતાની ટેસ્ટ ડેબ્યૂ નવેમ્બર 2011માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ કર્યુ હતું. છેલ્લા 11 વર્ષમાં તે ટીમ ઇન્ડિયાનો મુખ્ય બૉલર રહ્યો છે. તેને 89 ટેસ્ટ મેચોમાં 24.30 ની લાજવાબ એવરેજથી 451 વિકેટો ઝડપી છે. આ દરમિયાન તેને 10 ટેસ્ટ મેચોમાં 7 વાર 10 કે 10 થી તેનાથી વધુ વિકેટો ઝડપી છે.
ઉલ્લેખનીય છે કે, આર અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં ભારતનો બીજો સૌથી વધુ વિકેટો લેનારો બૉલર પણ છે. અહીં પહેલા નંબર પર અનિલ કુમ્બલે (619) નું નામ છે.
બેટિંગમાં પણ દમખમ બતાવી ચૂક્યો છે આર અશ્વિન -
ટેસ્ટ ક્રિકેટમાં આર અશ્વિન કેટલીય વાર બેટથી કમાલ કરી ચૂક્યો છે. તે અત્યાર સુધી ટેસ્ટમાં 5 સદી અને 13 ફિફ્ટી ફટકારી ચૂક્યો છે. તેની બેટિંગ એવરેજ 27.41ની રહી છે. તેને 88 મેચોની 126 ઇનિંગોમાં 3000 થી વધુ રન બનાવ્યા છે.
ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
ટેસ્ટ શ્રેણી કઈ જગ્યાએ રમાશે
- 9 ફેબ્રુઆરી 2023 થી 13 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
- 17 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.
- 1 માર્ચ 2023 થી 5 માર્ચ 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
- 9 માર્ચથી 13 માર્ચ, 2023 સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાશે.