(Source: ECI/ABP News/ABP Majha)
Asia Cup 2023માં ભારત-પાકિસ્તાનની બીજી મેચ પણ ધોવાઇ જશે વરસાદમાં ? જાણો શું આવ્યુ મોટું અપડેટ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો પ્રથમ મુકાબલો અનિર્ણિત રહ્યો હતો. મેચમાં વરસાદ આવ્યો અને મેચ રદ્દ થઇ હતી
Asia Cup 2023: ક્રિકેટ ટૂર્નામેન્ટ એશિયા કપ 2023 ચાલી રહ્યો છે, આ ટૂર્નામેન્ટમાં ક્રિકેટ રસીયાંઓને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો જબરદસ્ત ઇન્તજાર છે, આ પહેલા રમાયેલી પ્રથમ મેચમાં વરસાદ પડવાથી મેચ રદ્દ કરવી પડી હતી, હવે સમાચાર છે કે, ફરી એકવાર ક્રિકેટ ફેન્સને આઘાત લાગી શકે છે, ભારત પાકિસ્તાન વચ્ચેની બીજી મેચ પણ રદ્દ થઇ શકે છે.
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો પ્રથમ મુકાબલો અનિર્ણિત રહ્યો હતો. મેચમાં વરસાદ આવ્યો અને મેચ રદ્દ થઇ હતી, એશિયાની કપની આ લીગમાં બાદમાં બંને ટીમો વચ્ચે પોઈન્ટની વહેંચણી કરવામાં આવી હતી, પરંતુ હવે સુપર 4ની વાત છે અને સ્થિતિ પહેલા જેવી જ છે. મતલબ કે બીજી મેચ વરસાદને કારણે રદ્દ થઇ શકે છે.
એશિયા કપ 2023ના સુપર 4ની ચારેય ટીમો ફાઈનલ થઈ ગઈ છે. ભારત અને પાકિસ્તાનની સાથે, બાંગ્લાદેશ અને પછી શ્રીલંકાએ આખરે પોતાનું સ્થાન નક્કી કર્યું. સુપર 4ની પ્રથમ મેચ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. પાકિસ્તાન આ મેચની યજમાની કરશે. ત્યારબાદની સુપર 4 મેચો શ્રીલંકાના કોલંબોમાં રમાશે. આ મેચમાં સૌથી મહત્વની મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ છે જે ફરી એકવાર વરસાદને કારણે અનિર્ણિત રહેવાની પુરેપુરી સંભાવના છે.
70 ટકા ધોવાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ -
ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બર, રવિવારના રોજ સુપર 4 મેચ રમાવાની છે. આ મેચને લઈને ચાહકોમાં ઘણી ઉત્સુકતા છે કારણ કે પ્રથમ મેચ સંપૂર્ણ રીતે રમાઈ શકી ન હતી. કોલંબોના હવામાનને કારણે ચાહકો ડરી ગયા છે. આ ડર પણ સાચો છે કારણ કે આ મેચ દરમિયાન વરસાદની 70 ટકા શક્યતા છે. સાંજે વરસાદની સંભાવના 5 ટકા ઘટે તેવી શક્યતા છે.
પહેલી મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી -
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાની લડાયક ફિફ્ટીના આધારે 266 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા 48.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી પરંતુ પાકિસ્તાન બેટિંગ કરે તે પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો અને પછી મેચ ફરી શરૂ થઈ શકી નહીં.