Borsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?
Borsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?
બોરસદમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પ્રેમ સંબંધમાં ગોરેલના યુવકની કરાઈ હત્યા. બોરસદ બોચાસણ રોડ ઉપર યુવકની હત્યા કરી નાંખવામાં આવી છે. મરણ જનાર યુવક ગોરેલ ગામનો વતની છે અને તેનું નામ કમલેશ કાંતિભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે હત્યા કરનાર આરોપીનું નામ વિશાલ જયંતીભાઈ પરમાર છે. હત્યારો યુવક મૂળ બોરસદનો રહીશ છે. બોરસદ પોલીસે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. હત્યાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, વધુ વિગતો મેળવી શકાઇ નથી. પોલીસ તપાસ બાદ વધુ વિગતો મળી શકે છે.




















