શોધખોળ કરો

IND vs PAK: હાથ ન મિલાવવાથી ગુસ્સામાં પાકિસ્તાન, ટીમ ઈન્ડિયા સામે કરી ફરિયાદ

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યાએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું હતું.

દુબઈમાં એશિયા કપ 2025ની મેચમાં રવિવારે (14 સપ્ટેમ્બર)  પાકિસ્તાનને સાત વિકેટથી હરાવીને ભારતે શાનદાર જીત નોંધાવી હતી. આ મેચ અંગે ભારતમાં 'બહિષ્કાર' કરવાની અપીલ કરવામાં આવી હતી. ટોસ દરમિયાન અને મેચ પછી ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને નજરઅંદાજ કર્યો હતો અને એકબીજા સાથે હાથ પણ મિલાવ્યો નહોતો.

મેચ પછી એવોર્ડ સેરેમનીમાં ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા સૂર્યાએ કહ્યું હતું કે આ જીત 'દેશ માટે એક મહાન ભેટ' છે. કેપ્ટન સૂર્યાએ કહ્યું હતું કે અમે પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા વ્યક્ત કરીએ છીએ અને આજની જીત સશસ્ત્ર દળોને સમર્પિત કરવા માંગીએ છીએ.

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યાએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું હતું. સૂર્યાએ કહ્યું હતું કે - અમારી સરકાર અને બીસીસીઆઈ સંપૂર્ણપણે એકમત હતા. અમે નક્કી કર્યું કે અમે ફક્ત રમત રમવા માટે આવ્યા છીએ અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. બીજી તરફ, પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીના સમારોહમાં હાજર રહ્યો નહોતો.

પાકિસ્તાનના વ્હાઇટ-બોલ હેડ કોચ માઇક હેસને કહ્યું હતું કે પાકિસ્તાનના કેપ્ટન સમારોહમાં ગયો ન હતો કારણ કે મેચના અંતે ભારતીય ટીમનું વર્તન 'નિરાશાજનક' હતું. હેસને કહ્યું હતું કે - અમે મેચના અંતે હાથ મિલાવવા અને મૈત્રીપૂર્ણ વાતચીત કરવા માટે સ્પષ્ટપણે ઉત્સાહિત હતા, પરંતુ તે થયું નહીં.

પીસીબીએ રેફરી સમક્ષ વિરોધ નોંધાવ્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ ડોન ડોટ કોમને પુષ્ટી કરી હતી કે પાકિસ્તાન ટીમના મેનેજર નવીદ અખ્તર ચીમાએ ભારતીય ટીમના અયોગ્ય વર્તન સામે સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે. PCB એ કહ્યું - મેનેજર ચીમાએ મેચ રેફરીના વર્તન સામે પણ સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે, કારણ કે તેમણે બંને કેપ્ટનોને ટોસ દરમિયાન હાથ ન મિલાવવા વિનંતી કરી હતી.

ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચમાં શું થયું?

મેચની શરૂઆતમાં ભારતના સ્પિન બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પાકિસ્તાનની ટીમ પ્રથમ ઇનિંગમાં સંઘર્ષ કરી રહી હતી અને ફક્ત 127 રન જ કરી શકી હતી. પાકિસ્તાનની ખરાબ સ્થિતિમાં શાહીન આફ્રિદી અંતમાં આવ્યો અને 16 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેષ્ઠ બોલર કુલદીપ યાદવ હતો, જેણે 3 વિકેટ લીધી અને ફક્ત 19 રન આપ્યા. અક્ષર પટેલે પણ 2 વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહની ઝડપી બોલિંગે પણ સારો સાથ આપ્યો હતો.

બાદમાં અભિષેક શર્મા (31 રન, 13 બોલ) ની વિસ્ફોટક બેટિંગ અને કેપ્ટન સૂર્યા (47 રન, 37 બોલ)ની મદદથી ભારતે 7 વિકેટથી જીત મેળવી હતી. તિલક વર્માએ પણ 31 રન બનાવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!

બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો

Embed widget