શોધખોળ કરો

Women Cricket Team Wins Gold: ક્રિકેટમાં ભારતની દીકરીઓએ અપાવ્યો ગોલ્ડ મેડલ, ફાઇનલમાં શ્રીલંકાને 19 રનથી હરાવ્યું

Women Cricket Team Wins Gold: એશિયન ગેમ્સની ફાઇનલમા ભારતે શ્રીલંકાને 19 રને હરાવ્યું હતું. 

Women Cricket Team Wins Gold: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 25 સપ્ટેમ્બર (સોમવાર) ના રોજ પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ ગ્રાઉન્ડ હાંગઝોઉ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે શ્રીલંકાને 19 રને હરાવ્યું હતું.  

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હાંગઝોઉમાં ચાલી રહેલી 19મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ફાઈનલ એટલે કે ગોલ્ડ મેડલ મેચમાં ભારતે શ્રીલંકાને 117 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 46 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સે 42 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 97 રન બનાવી શકી હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચ 19 રને જીતી લીધી હતી.       

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શેફાલી વર્મા 15 બોલમાં નવ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી સ્મૃતિએ જેમિમા સાથે મળીને બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી હતી. રણવીરાએ આ ભાગીદારી તોડી હતી. તેણે મંધાનાને આઉટ કરી હતી. મંધાનાએ 45 બોલમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 46 રનની ઇનિંગ રમી હતી. રિચા ઘોષ નવ રન બનાવીને આઉટ થઈ ગઈ હતી અને કેપ્ટન હરમનપ્રીત કૌર બે રન બનાવીને આઉટ થઈ હતી અને પૂજા વસ્ત્રાકર બે રન બનાવીને આઉટ થઈ હતી. જેમિમાહ રોડ્રિગ્સે 40 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 42 રનની ઇનિંગ રમી હતી. દીપ્તિ અને અમનજોત એક-એક રન બનાવીને અણનમ રહ્યા હતા. શ્રીલંકા તરફથી ઉદેશિકા પ્રબોધની, સુગંદિકા કુમારી અને ઈનોકા રાનાવીરાએ બે-બે વિકેટ લીધી હતી.

જવાબમાં શ્રીલંકાની ટીમની શરૂઆત પણ ખરાબ રહી હતી. તિતાસ સાધુએ શાનદાર પ્રદર્શન કર્યું અને ચમારી અટાપટ્ટુ (12), અનુષ્કા સંજીવની (1) અને વિશ્મી ગુણરત્ને (0)ને પેવેલિયનમાં મોકલ્યા હતા. આ પછી હસિની પરેરા અને નિલાક્ષી ડી સિલ્વાએ ચોથી વિકેટ માટે 36 રનની ભાગીદારી કરી હતી. પૂજાએ નિલાક્ષી (23)ને આઉટ કરીને ભાગીદારી તોડી હતી. રાજેશ્વરીએ હસીની (25)ને આઉટ કરી હતી. દીપ્તિએ ઓશાદી રાણાસિંઘે (19)ને આઉટ કરી તો દેવિકા વૈદ્યએ કવિશા દિલહારીને (5) અને રાજેશ્વરીએ સુગંદિકા કુમારીને આઉટ કરીને શ્રીલંકાની આશાનો અંત લાવ્યો હતો. ભારત તરફથી તિતાસે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રાજેશ્વરીને બે વિકેટ મળી હતી. દીપ્તિ, પૂજા અને દેવિકાને એક-એક વિકેટ મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો

9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે

ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?

કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર

Embed widget