Glenn Maxwellની તોફાની બેટિંગ, માત્ર 51 બૉલમાં જ ફટકારી દીધા રન ને અપાવી જીત, જાણો વિગતે
ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત એકદમ ખરાબ રહી. બીજી ઓવરમાં જ ડેવિડ વૉર્નર ખાતુ ખોલાવ્યા વિનાજ આઉટ થઇ ગયો. ફિન્ચ અને સ્મિથ પણ કંઇક ખાસ ના કરી શક્યા.
AUS Vs SL 1st ODI: અત્યારે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે. પહેલી મેચમાં બન્ને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી. જોકે ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell)ના વાવાઝોડા સામે ફરી એકવાર શ્રીલંકન ટીમ ઉડી ગઇ. કેમ કે અશક્ય લાગતો સ્કૉર મેક્સવેલે તોબડતોડ બેટિંગ કરીને શક્યા બનાવી દીધો અને ટીમને જીત અપાવી હતી. મેચમાં મેક્સવેલે 51 બૉલમાં 80 રનની ઇનિંગ રમી અને આના માટે તેને મેન ઓફ ધ મેચનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 300 રન બનાવી લીધા. જોકે વરસાદના કારણે ઓસ્ટ્રેલિયન ટીમને ડકવર્થ લૂઇસના નિયમ અંતર્ગત 44 ઓવરમાં 282 રનનો એકદમ મુશ્કેલ ટાર્ગેટ મળ્યો.
ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત એકદમ ખરાબ રહી. બીજી ઓવરમાં જ ડેવિડ વૉર્નર ખાતુ ખોલાવ્યા વિનાજ આઉટ થઇ ગયો. ફિન્ચ અને સ્મિથ પણ કંઇક ખાસ ના કરી શક્યા. પરંતુ અંતમા મેક્સવેલે તાબડતોડ બેટિંગનુ પ્રદર્શન કર્યુ.
મેક્સવેલની તોફાની બેટિંગ -
સ્મિથે 53, લાબુશાને 24, સ્ટૉઇનિસ 44 અને કેરીએ 21 રનની ઇનિંગ રમી, પરંતુ 35.3 ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 228 ના સ્કૉર પર 7 વિકેટ ગુમાવી દીધી. અહીંથી મેચ પુરેપુરી શ્રીલંકાના પક્ષમાં જઇ ચૂકી હતી.
જોકે, ગ્લેન મેક્સવેલે એકલાએ મોરચો સંભાળ્યો અને ફટકાબાજી શરૂ કરી દીધી. મેક્સવેલે 51 બૉલ પર 80 રનની અણનમ ઇનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. આ ઇનિંગની મદદથી 9 બૉલ બાકી રહેતા જ ટીમને જીત અપાવી દીધી હતી. શ્રીલંકા તરફથી હસરંગાએ ચાર વિકેટો લઇને મેચનો રોમાંચક બનાવી દીધી હતી.
આ પહેલા શ્રીલંકા તરફથી કુશલ મેન્ડિલે 86 રનની અણનમ ઇનિંગ રમી, નિશંકાએ પણ ફિફ્ટી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા માટે લાબુશાને 19 રન આપીને બે વિકેટો ઝડપી હતી.