Australia announced squad: પેટ કમિન્સ અને મેક્સવેલ બહાર, ભારત સામેની સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમની જાહેરાત
Australia announced squad: ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની વન-ડે સીરિઝ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે

Australia announced squad: ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની વન-ડે સીરિઝ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પેટ કમિન્સ અને ગ્લેન મેક્સવેલને 19 ઓક્ટોબરથી શરૂ થનારી શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા નથી. ટીમના કેપ્ટન કમિન્સ હજુ પણ કમરની ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. તેના સ્થાને મિશેલ માર્શને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.
ટીમમાં અન્ય બે મોટા ફેરફારો છે
Introducing our Australian Men's squads for the ODI & T20I series against India 🇦🇺 🇮🇳 pic.twitter.com/6pSGjzUL01
— Cricket Australia (@CricketAus) October 7, 2025
મધ્યમ ક્રમના બેટ્સમેન માર્નસ લાબુશેનને ખરાબ ફોર્મને કારણે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. વધુમાં ગ્લેન મેક્સવેલ કાંડાના ફ્રેક્ચરમાંથી સ્વસ્થ થયો નથી અને તેને વન-ડે અને ટી-20 બંને ટીમોમાંથી પડતો મુકવામાં આવ્યો છે. બિગ બેશ લીગમાં તેની વાપસી થવાની અપેક્ષા છે.
ભારત સામે ઓસ્ટ્રેલિયાની વન-ડે ટીમ
મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, કેમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મિશેલ ઓવેન, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા
ઓસ્ટ્રેલિયાએ ઈજામાંથી પરત ફરતા વન-ડે ટીમમાં કેમરૂન ગ્રીનની વાપસીની જાહેરાત કરી છે. આ ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડરને ટી-20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તે એશિઝની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે,. 26 વર્ષીય ખેલાડીએ ગયા વર્ષે પીઠની સર્જરી પછી પહેલી વાર કોઈ મેચમાં બોલિંગ કરી હતી. તેણે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે શેફિલ્ડ શીલ્ડ રમતમાં ચાર ઓવરના સ્પેલમાં એક વિકેટ લીધી હતી.
ભારત સામે ઓસ્ટ્રેલિયાની ટી-20 ટીમ (પ્રથમ બે મેચ)
મિશેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, મિશેલ ઓવેન, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ, એડમ ઝમ્પા
ઇન: નાથન એલિસ, જોશ ઇંગ્લિસ
આઉટ: એલેક્સ કેરી, જોશ ફિલિપ
ભારતીય ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે તેમની ઘરઆંગણે ત્રણ વન-ડે અને પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. ભારતીય ટીમની જાહેરાત શનિવાર, 4 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. ટેસ્ટ પછી શુભમન ગિલને વન-ડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ પસંદગી અંગે ચર્ચા કરવા માટે અમદાવાદમાં પસંદગીકારોની એક બેઠક યોજાઈ હતી.
ભારતની વન-ડે ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઈસ કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અને યશસ્વી જયસ્વાલ.
ભારતની ટી-20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.




















