શોધખોળ કરો
Advertisement
AUSvPAK: પાકિસ્તાની બોલર યાસિર શાહે બેટિંગમાં રચ્યો ઈતિહાસ, પિંક બોલ ટેસ્ટમાં આ સિદ્ધી મેળવનારો બન્યો બન્યો બેટ્સમેન
યાસિર શાહ પિંક બોલ ટેસ્ટમાં આઠમા ક્રમે બેટિંગમાં આવીને સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. યાસિર શાહની ટેસ્ટ કરિયરની આ પ્રથમ સદી છે.
એડિલેડઃ ઓસ્ટ્રેલિયા-પાકિસ્તાન વચ્ચે એડિલેડ ઓવલમાં રમાઇ રહેલી ડે નાઇટ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનનો સ્કોર 8 વિકેટના નુકસાન પર 275 રન છે. મેચમાં પાકિસ્તાનના સ્પિન બોલર યાસિર શાહે આઠમા ક્રમે બેટિંગમાં આવીને સદી ફટકારી હતી. જેની સાથે જ તેણે એક મોટો રેકોર્ડ તેના નામે કરી દીધો હતો. યાસિર શાહ પિંક બોલ ટેસ્ટમાં આઠમા ક્રમે બેટિંગમાં આવીને સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. યાસિર શાહની ટેસ્ટ કરિયરની આ પ્રથમ સદી છે.
આ ઉપરાંત યાસિર શાહે 7મી વિકેટ માટે ઓસ્ટ્રેલિયા સામે સૌથી મોટી પાર્ટનરશિપ પણ કરી હતી. તેણે બાબર આઝમ (97 રન) સાથે મળીને સાતમી વિકેટ માટે 105 રનની ભાગીદારી હતી. આ પહેલાનો રેકોર્ડ વસિમ બરી અને ઈન્તીખામ આલમના નામે હતો. બંનેએ 1972માં એડિલેડમાં 104 રનની પાર્ટનરશિપ કરી હતી.
આ ઉપરાંત તે અત્યાર સુધીની ટેસ્ટ કરિયરમાં સૌથી વધુ બોલ પણ રમ્યો હતો. હાલ યાસિર શાહ 197 બોલમાં 103 રન બનાવી બેટિંગ કરી રહ્યો છે. જ્યારે આ પહેલા 2017માં તેણે 93 બોલ રમ્યો હતો.
ઓસ્ટ્રેલિયાએ મેચ બીજા દિવસે 3 વિકેટના નુકસાન પર 589 રન બનાવી ડિકલેર કરી હતી. ડેવિડ વોર્નરે અણનમ 335 અને માર્નસ લાબુશાને 166 રનની ઈનિંગ રમી હતી. પાકિસ્તાની બોલરો પર ભડક્યો શોએબ અખ્તર, કહ્યું, વિકેટ કેમ લેવી તેની ખબર પડતી નથી આજથી ફોન પર વાત કરવી થશે મોંઘી, બેંક-વીમા સાથે સંકળાયેલા આ નિયમ પણ બદલાશે ગુજરાતમાં મધરાતે કઈ જગ્યાએ એક કલાક સુધી મુશળધાર વરસાદ પડ્યો, જાણો વિગત ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર, જાણો રાજયમાં કઈ તારીખે કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહીWhat an innings! 👏👏
Yasir Shah brings up his maiden Test century at the Adelaide Oval. How important is this knock for Pakistan? Follow #AUSvPAK live 👇 https://t.co/hynzrUEFTm pic.twitter.com/9wwMTOCL98 — ICC (@ICC) December 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગાંધીનગર
ગુજરાત
ગાંધીનગર
Advertisement