શોધખોળ કરો

T20 WC, Aus vs AFG: ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 4 રને હરાવ્યું, ઝમ્પા-હેઝલવુડની 2-2 વિકેટ

એડિલેડમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 4 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Australia vs Afghanistan T20 World Cup 2022: એડિલેડમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાનને 4 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 164 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે ગ્લેન મેક્સવેલે બેટિંગ કરતા અણનમ અડધી સદી ફટકારી હતી. અફઘાનિસ્તાન તરફથી ગુલાબદિન નાયબે 39 રનની ઇનિંગ રમી હતી. અંતમાં રાશિદ ખાને બેટિંગ કરતા અણનમ 48 રન બનાવ્યા હતા. જો કે તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.

ઓસ્ટ્રેલિયાએ આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાન ટીમ તરફથી રહેમાનુલ્લા ગુરબાઝ અને ઉસ્માન ગની ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન ગુરબાઝે 30 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે 17 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. ગની 2 રન બનાવીને આઉટ થયો હતો. ઈબ્રાહિમ ઝદરાને 33 બોલમાં 26 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 2 ચોગ્ગા સામેલ હતા. ગુલાબદિન નાયબે 23 બોલમાં 39 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સ સામેલ હતી.

રાશિદ 48 રન બનાવીને અણનમ રહ્યો

કેપ્ટન મોહમ્મદ નબી કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. નજીબુલ્લા ઝદરાન ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. અંતમાં રાશિદ 48 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે જોરદાર બેટિંગ કરી. રાશિદે 23 બોલનો સામનો કરીને 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ રીતે અફઘાન ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 164 રન જ બનાવી શકી હતી.

જોશ હેઝલવુડે 2 વિકેટ ઝડપી હતી

કાંગારૂ ટીમ તરફથી જોશ હેઝલવુડે 2 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 33 રન આપ્યા હતા. એડમ ઝમ્પાએ ફરી એકવાર શાનદાર બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી હતી. કેન રિચર્ડસને 4 ઓવરમાં 48 રન આપીને 1 વિકેટ લીધી હતી. પેટ કમિન્સે 4 ઓવરમાં 22 રન આપ્યા હતા. જોકે તેને એક પણ વિકેટ મળી ન હતી.

ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા હતા. આ દરમિયાન ટીમ માટે ગ્લેન મેક્સવેલે શાનદાર ઇનિંગ રમી હતી. તેણે અડધી સદી ફટકારી હતી. મેક્સવેલે 32 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.મિચેલ માર્શે 45 રન બનાવ્યા હતા. તેણે 30 બોલમાં 3 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ડેવિડ વોર્નર 25 રન અને ગ્રીન 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. સ્ટોઇનિસે 21 બોલમાં 25 રન બનાવ્યા હતા. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાંPM Modi: બપોરે દોઢ વાગ્યે વડાપ્રધાન મોદી આવશે સુરત, કરશે આ ખાસ કામ | Abp AsmitaCBSE School In HC: શહેરની તુલીપ સ્કુલ હાઈકોર્ટના શરણે,ગેરરિતીના કારણે બોર્ડની માન્યતા થઈ રદ્દRajkot: CGSTના વર્ગ 2નો ઇન્સ્પેકટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો રંગેહાથે, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
Gujarat Politics: રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન,પ્રદેશના નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
સોના-ચાંદી થયા સસ્તા, હવે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ માટે ચૂકવવા પડશે આટલા રૂપિયા
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
ગાંધીનગરમાં પત્ની અને પુત્રની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ, શેરબજારમાં દેવું વધ્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
WPL 2025: મુંબઇ ઇન્ડિયન્સે પ્લે ઓફ માટે દાવો કર્યો મજબૂત, UP વોરિયર્સ ટુનામેન્ટ્સમાંથી લગભગ બહાર
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Layoffs: જિયોસ્ટાર 1100 કર્મચારીઓને નોકરીમાંથી કાઢશે, જર્મનીમાં DHL કરશે 8000 કર્મચારીઓની છટણી
Health Tips: પાણીમાં પલાળીને કે બાફીને, કઈ રીતે ચણા ખાવા સ્વાસ્થ્ય માટે છે વધુ ફાયદાકારક?
Health Tips: પાણીમાં પલાળીને કે બાફીને, કઈ રીતે ચણા ખાવા સ્વાસ્થ્ય માટે છે વધુ ફાયદાકારક?
ઓસ્ટ્રેલિયા પર Cyclone Alfredનો ખતરો, ભારે તબાહીની આશંકા, 25 લાખ લોકો પર સંકટ
ઓસ્ટ્રેલિયા પર Cyclone Alfredનો ખતરો, ભારે તબાહીની આશંકા, 25 લાખ લોકો પર સંકટ
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
EPFOએ બદલ્યો આ નિયમ, હવે દસ્તાવેજ વિના પણ થઇ જશે પ્રોફાઇલ અપડેટ!
Embed widget