શોધખોળ કરો

Australia vs Afghanistan Series: તાલિબાન સામે ઓસ્ટ્રેલિયાએ ખોલ્યો મોરચો, અફઘાનિસ્તાન સામે નહી રમે ક્રિકેટ

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયન ટીમને ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસ પર ચાર ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે.

Australia vs Afghanistan Series:  ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વન-ડે સીરિઝ રમવાનો ઇનકાર કરી દીધો છે. આ શ્રેણી માર્ચના અંતમાં યુએઇમાં રમવાની હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન બોર્ડે તાલિબાનના કેટલાક નિર્ણયોના વિરોધમાં આ મોટું પગલું ભર્યું છે અને શ્રેણી રમવાનો ઇનકાર કરી દીધો છે.

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયન ટીમને ફેબ્રુઆરીમાં ભારતના પ્રવાસ પર ચાર ટેસ્ટ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમવાની છે. આ પછી યુએઈ પહોંચ્યા બાદ અફઘાનિસ્તાન ટીમ સામે ત્રણ વનડે મેચોની શ્રેણી પણ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ હવે આ શ્રેણી રમી શકશે નહીં.

અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર ઘણા પ્રતિબંધો

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન છે. તેણે પોતાના દેશમાં મહિલાઓ અને છોકરીઓ પર ઘણા નિયંત્રણો લાદ્યા છે. તેમને અભ્યાસની સાથે ઘરની બહાર કામ કરવાનો પણ અધિકાર નથી. છોકરીઓને રમતગમતમાં ભાગ લેવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તાલિબાનના આ નિર્ણયના વિરોધમાં ક્રિકેટ સીરિઝ નહીં રમવાનો નિર્ણય લીધો છે.

ઓસ્ટ્રેલિયન બોર્ડે પણ પોતાના નિવેદનમાં આ જ વાતનો ઉલ્લેખ કર્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, CA અફઘાનિસ્તાન સહિત વિશ્વભરમાં મહિલાઓ અને પુરુષોને રમતમાં લાવવા અને તેમના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. પોતાના દેશમાં મહિલાઓ અને છોકરીઓની સ્થિતિ સુધારવા માટે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે પણ સતત સંપર્કમાં છે.

ICCએ પણ આ બાબતો પર ચિંતા વ્યક્ત કરી હતી

CA એ તેની ઓસ્ટ્રેલિયન સરકારનો પણ સહયોગ માટે આભાર માન્યો છે. તેણે કહ્યું, 'અમારા નિર્ણય (અફઘાનિસ્તાનથી શ્રેણી રદ કરવા)ને સમર્થન આપવા બદલ તમારો આભાર.' તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના સીઈઓ Geoff Allardiceએ પણ અફઘાનિસ્તાનમાં વધી રહેલા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

અફઘાન ટીમને વન-ડે સુપર લીગ હેઠળ પોઈન્ટ મળશે

અફઘાનિસ્તાન ICCનું એકમાત્ર પૂર્ણ સભ્ય છે, જ્યાં મહિલા ટીમ નથી. 14 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ટીમનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જ્યારે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચેની વન-ડે શ્રેણી વિશે વાત કરીએ તો તે ICC ODI સુપર લીગ હેઠળ રમવાની હતી.

એટલે કે, વિજેતા ટીમને વન-ડે વર્લ્ડકપ હેઠળ યોજાનારી ICC ODI સુપર લીગના પોઈન્ટ મળવાના હતા. પરંતુ હવે જ્યારે ઓસ્ટ્રેલિયાએ આ સીરિઝને રદ્દ કરી દીધી છે તો અફઘાનિસ્તાનના ખાતામાં સીરિઝના 30 ટકા પોઈન્ટ ઉમેરાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
Independence Day 2026: લાલ કિલ્લા પરના સમારોહમાં રાહુલ ગાંધીએ હાજરી ન આપતા ઉભો થયો વિવાદ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
Embed widget