'ભારતીય ક્રિકેટરો સ્વાર્થી છે, ચિપ્સ માટે આખી સીરીઝને ખતરામાં મુકી દીધી'- કયા વિદેશી ખેલાડીએ ટીમ ઇન્ડિયા પર કાઢ્યો ગુસ્સો
વર્ષ 2020-21માં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા (Ind Vs Aus)માં જે ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીતી, તેની મિસાલ દરેક જગ્યાએ આપવામાં આવે છે.
Tim Paine Ind Vs Aus: વર્ષ 2020-21માં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા (Ind Vs Aus)માં જે ઐતિહાસિક ટેસ્ટ સીરીઝ જીતી, તેની મિસાલ દરેક જગ્યાએ આપવામાં આવે છે. તાજેતરમાં જ આ સીરીઝને લઇને એક વેબ શૉ આવ્યો છે, જેમાં પાછળની કહાની બતાવવામાં આવી છે. આમાંથી એક કિસ્સો છે જે ત્યારના ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેને (Tim Paine) બતાવ્યો છે. ટિમ પેને બતાવ્યુ કે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ ખુબ સ્વાર્થી છે, તેમેન આખી સીરીઝને ખતરામાં મુકી દીધી હતી.
ખરેખરમાં, સોશ્યલ મીડિયા પર તે સીરીઝ દરમિયાનનો એક વીડિયો વયારલ થયો હતો, જેમાં રોહિત શર્મા, શુભમન ગીલ, ઋષભ પંત, પૃથ્વી શૉ અને નવદીપ સૈની હાજર હતા. આ તમામ એક રેસ્ટૉરન્ટમાં બેઠા હતા, જ્યાં મસ્તી મજાકનો સિલસિલો ચાલુ હતો.
આ વીડિયોને લઇને ટિમ પેને આ શૉમાં વાત કરી, તેમને કહ્યું કે તે ચાર પાંચ લોકો આખી ટેસ્ટ સીરીઝને રિસ્કમાં નાંખી રહ્યાં હતા, શા માટે ? માત્ર થોડીક ચિપ્સ અને મસ્તી મજાક માટે, મને લાગ્યુ કે તે લોકો ખુબ સ્વાર્થી હતા.
ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાની આ રીતે નિંદા અને ટિપ્પણી અગાઉ ઓસ્ટ્રેલિયાન દિગ્ગજ બૉલર પેટ કમિન્સ પણ કરી ચૂક્યો છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું હતુ કે ભારતીય ખેલાડીઓ નિયમોનુ ઉલ્લંઘન કરીને બહાર મસ્તી કરી રહ્યાં હતા, તે જોઇને મને પણ દુઃખ થયુ હતુ.
આ પણ વાંચો......
HDFC Bank Hikes FD Rates: હવે FD પર મળશે વધુ વ્યાજ, HDFC Bankએ વધાર્યો વ્યાજદર
ગુજરાતમા આગામી ત્રણ દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આસામમાં પૂરનો કહેર, 28 જિલ્લામાં 19 લાખ લોકો થયા પ્રભાવિત, ઓરેન્જ એલર્ટ જાહેર
Agnipath Scheme : કચ્છના એક યુવાને શૂન્ય વેતન સાથે સેનામાં ભરતી થવા લોહીથી લખ્યો પત્ર
ENG vs NED: પ્રથમવાર વન-ડે મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 300 રન, 232 રનથી મોટી જીત મળી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડશે ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?