(Source: ECI/ABP News/ABP Majha)
ENG vs NED: પ્રથમવાર વન-ડે મેચમાં ચોગ્ગા અને છગ્ગાથી બન્યા 300 રન, 232 રનથી મોટી જીત મળી
ઈગ્લેન્ડે વન-ડે ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. ઇગ્લેન્ડે નેધરલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં 498 રન ફટકાર્યા હતા
નવી દિલ્હી: ઈગ્લેન્ડે વન-ડે ક્રિકેટમાં નવો ઈતિહાસ રચ્યો છે. ઇગ્લેન્ડે નેધરલેન્ડ સામેની પ્રથમ વન-ડે મેચમાં 498 રન ફટકાર્યા હતા. આ વન-ડે ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર છે. ઈંગ્લેન્ડ તરફથી 3 બેટ્સમેન જોસ બટલર, ફિલિપ સોલ્ટ અને જોસ બટલરે સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડની ઈનિંગમાં 36 ફોર અને 26 સિક્સર ફટકારી હતી. એટલે કે માત્ર બાઉન્ડ્રીથી 300 રન બનાવ્યા હતા. વન-ડે ક્રિકેટમાં આવું પહેલીવાર બન્યું છે. અગાઉ 2018માં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે બાઉન્ડ્રીથી સૌથી વધુ 290 રન બનાવ્યા હતા. 499 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડની ટીમ 266 રન જ બનાવી શકી હતી. આ રીતે ઈંગ્લેન્ડે આ મેચ 232 રને જીતી લીધી હતી. વન-ડે ક્રિકેટમાં રન મામલે પણ આ તેની બીજી સૌથી મોટી જીત છે.
જોસ બટલરને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. તેણે 70 બોલમાં 162 રન બનાવ્યા હતા. જેમાં 7 ફોર અને 14 સિક્સર ફટકારી હતી. એટલે કે બાઉન્ડ્રીથી 112 રન જ ફટકાર્યા હતા. બટલરે 64 બોલમાં પોતાના 150 રન પૂરા કર્યા હતા. ODI ઈતિહાસમાં આ બીજી સૌથી ઝડપી 150 રન છે. સૌથી ઝડપી 150 રન બનાવવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સના નામે છે. તેણે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 64 બોલમાં આ કર્યું હતું.
છેલ્લી 10 ઓવરમાં 164 રન બનાવ્યા
ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ છેલ્લી 10 ઓવરમાં 164 રન બનાવ્યા હતા. આ પણ એક રેકોર્ડ છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 163 રન બનાવ્યા હતા. આ સિવાય ઈંગ્લેન્ડે 2019માં વેસ્ટ ઈન્ડિઝ સામે 154 રન બનાવ્યા હતા, ન્યૂઝીલેન્ડે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 153 રન બનાવ્યા હતા અને 2015માં જ વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વે સામે છેલ્લી 10 ઓવરમાં 152 રન બનાવ્યા હતા.
બટલરના એક અને લિવિંગસ્ટોનના 49 રન
એક સમયે જોસ બટલર 145 રનના સ્કોર પર રમી રહ્યો હતો. જ્યારે લિયામ લિવિંગસ્ટોન એક રન પર હતો. આ પછી લિવિંગસ્ટોને આક્રમક બેટિંગ કરી અને સ્કોર 50 સુધી પહોંચાડ્યો. બીજી તરફ બટલરનો સ્કોર ત્યાં સુધી માત્ર 146 રન થયો હતો. એટલે કે બટલરે એક રન બનાવ્યા તે સમયે લિવિંગસ્ટોને 49 રન બનાવ્યા હતા. લિવિંગસ્ટોને 17 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વન-ડે ઈન્ટરનેશનલમાં આ બીજી સૌથી ઝડપી ફિફ્ટી છે. ડી વિલિયર્સે સૌથી ઓછા 16 બોલમાં આવું કર્યું છે