(Source: ECI/ABP News/ABP Majha)
Matthew Wade: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયન દિગ્ગજે લીધી નિવૃતિ, ટીમ ઇન્ડિયાને મળી રાહત?
Matthew Wade International Retirement: વેડને છેલ્લા ત્રણ વર્ષથી ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ અને વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી
Matthew Wade International Retirement: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચો રમાશે. ઓસ્ટ્રેલિયાની ધરતી પર યોજાનારી આ ટ્રોફી 22 નવેમ્બરથી શરૂ થશે. આ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ જ મેથ્યુ વેડે શાહીન શાહ આફ્રિદીની ઓવરમાં સિક્સ ફટકારીને ઓસ્ટ્રેલિયાને 2021 ટી-20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં જીત અપાવી હતી.
36 Test matches. 97 ODIs. 92 T20 Internationals.
— Cricket Australia (@CricketAus) October 29, 2024
Congratulations to Matthew Wade on an outstanding international cricket career! pic.twitter.com/SDWl1OhqZC
વેડને છેલ્લા ત્રણ વર્ષથી ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ અને વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી. તેણે છેલ્લે 2021માં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ અને વન-ડે રમી હતી. જોકે વેડને ટી20માં તકો મળી રહી હતી. વેડ ટી20 વર્લ્ડ કપ 2024માં ઓસ્ટ્રેલિયા ટીમનો પણ ભાગ હતો. તેણે ટી20 વર્લ્ડ કપમાં છેલ્લી મેચ ભારત સામે રમી હતી, જે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ સાબિત થઈ હતી.
નિવૃત્તિ બાદ કોચ તરીકે જોવા મળશે
નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂકેલ મેથ્યૂ વેડ વિદેશી ક્રિકેટ લીગ રમવાનું ચાલુ રાખશે. આ સિવાય તે કોચ તરીકે પણ જોવા મળશે. તે આવતા મહિને પાકિસ્તાન સામેની ટી20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાના કીપિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકે જોવા મળશે.
8 મહિનામાં બીજી વખત નિવૃત્તિની જાહેરાત કરી
વેડે અગાઉ માર્ચમાં શેફિલ્ડ શીલ્ડની ફાઈનલ રમ્યા બાદ ફર્સ્ટ-ક્લાસ રેડ બોલ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે લગભગ 8 મહિના પછી વેડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
આવી રહી વેડની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
મેથ્યુ વેડે ઓસ્ટ્રેલિયા માટે 36 ટેસ્ટ, 97 વનડે અને 92 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ટેસ્ટની 63 ઇનિંગ્સમાં તેણે 29.87ની એવરેજથી 1613 રન બનાવ્યા, જેમાં 4 સદી અને 5 અડધી સદી સામેલ છે. આ સિવાય વેડે ODIમાં 1867 રન અને T20 ઈન્ટરનેશનલમાં 26.13ની એવરેજ અને 134.15ની સ્ટ્રાઈક રેટથી 1202 રન બનાવ્યા છે. વેડે વનડેમાં 1 સદી અને 11 અડધી સદી અને T20 ઈન્ટરનેશનલમાં 3 અડધી સદી ફટકારી છે.
IND vs NZ: ટીમ ઈન્ડિયા પુજારા અને રહાણે જેવા પ્લેયરોની શોધમાં છે, કોણ પૂરી કરશે આ આશા?