શોધખોળ કરો

Babar Azam Vs India In ODI: ભારત વિરુદ્ધ વન-ડેમાં અત્યાર સુધી અડધી સદી પણ નથી ફટકારી શક્યો બાબર આઝમ

Babar Azam Vs India In ODI: બાબરે વનડેમાં ભારત વિરૂદ્ધ પાંચ ઇનિંગ્સમાં બેટિંગ કરી છે

Babar Azam Vs India In ODI: 30 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાનની ટીમો ફરી એકવાર આમને-સામને થશે. છેલ્લી વખત બંને ટીમો T20 વર્લ્ડ કપ 2022માં ટકરાયા હતા જેમાં ભારતે શાનદાર જીત નોંધાવી હતી. આ વર્ષે એશિયા કપ વન-ડે ફોર્મેટમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 2 સપ્ટેમ્બરે રમાશે. ત્યારે ચાલો જાણીએ કે ભારત વિરૂદ્ધ વન-ડેમા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો રેકોર્ડ.

બાબરે વનડેમાં ભારત વિરૂદ્ધ પાંચ ઇનિંગ્સમાં બેટિંગ કરી છે, જેમાં તેણે એક પણ અડધી સદી ફટકારી નથી. ત્રણ દાવમાં બાબર અડધી સદીની ખૂબ નજીક પહોંચી ગયો હતો, પરંતુ તે પૂર્ણ કરી શક્યો નહોતો. પાંચ ઇનિંગ્સમા તેણે 48ના ઉચ્ચ સ્કોર સાથે 31.60ની સરેરાશથી 158 રન બનાવ્યા. બાબર આઝમે છેલ્લી વન-ડે ઇનિંગ 2019 વર્લ્ડ કપ દરમિયાન ભારત સામે રમી હતી, જેમાં તેણે 57 બોલમાં 48 રન બનાવ્યા હતા.

ભારત સામેની વનડેમાં બાબર આઝમની ઇનિંગ્સ

12 બોલમાં 8 રન

52 બોલમાં 46 રન

62 બોલમાં 47 રન

25 બોલમાં 9 રન

57 બોલમાં 48 રન.

અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી

હાલમાં બાબર ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. અત્યાર સુધી તે પોતાની કારકિર્દીમાં 49 ટેસ્ટ, 100 વન-ડે અને 104 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચૂક્યો છે. ટેસ્ટની 88 ઇનિંગ્સમાં તેણે 47.74ની એવરેજથી 3772 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 9 સદી અને 26 અડધી સદી ફટકારી છે.

આ સિવાય બાબરે વન-ડેમાં 98 ઇનિંગ્સમાં 59.17ની એવરેજથી 5089 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 18 સદી અને 16 અડધી સદી ફટકારી હતી, જેમાં તેનો હાઈ સ્કોર 158 રન હતો. ટી-20 ઇન્ટરનેશનલમાં તેણે 41.48 ની સરેરાશ અને 128.40 ની સ્ટ્રાઈક રેટથી 3485 રન બનાવ્યા છે.

પાકિસ્તાન ટીમ માટે મોટી મુશ્કેલી ફાસ્ટ બૉલર નસીમ શાહની ઈજાના રૂપમાં સામે આવી છે. કોલંબો સ્ટ્રાઈકર્સ ટીમનો ભાગ નસીમ શાહને લંકા પ્રીમિયર લીગ (LPL)ની આ સિઝનમાં ટીમની છેલ્લી લીગ મેચમાં સામેલ કરવામાં આવ્યો ના હતો. કોલંબો ટીમ માટે આ મેચ કરો યા મરો હતી, તેમ છતાં તેમને નસીમને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવાનો નિર્ણય લેવો પડ્યો.

ગાલે ટાઇટન્સ સામેની આ મેચમાં કોલંબો સ્ટ્રાઈકર્સની ટીમને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો, અને આ સાથે જ સીઝનમાં તેની સફરનો અંત આવ્યો હતો. હવે નસીમ શાહ ના રમવાના કારણે પાકિસ્તાની ટીમ અને કેપ્ટન બાબર આઝમની ચિંતા ચોક્કસપણે વધી ગઈ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget