BAN vs IRE, 1st ODI: આયરલેન્ડ સામે પ્રથમ મેચમાં બાંગ્લાદેશે ઈતિહાસ રચ્યો, બનાવ્યો પોતાના વનડે ક્રિકેટનો સૌથી મોટો સ્કોર
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી વનડે શ્રેણીની પ્રથમ મેચમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં બાંગ્લાદેશે તેના ODI ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે.
BAN vs IRE: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે આયર્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી વનડે શ્રેણીની પ્રથમ મેચમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં બાંગ્લાદેશે તેના ODI ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. આ મેચ બાંગ્લાદેશના સિલહટ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં આયર્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો અને ત્યારબાદ બાંગ્લાદેશે 50 ઓવરમાં 338 રન બનાવીને નવો ઈતિહાસ રચ્યો.
બાંગ્લાદેશનો કેપ્ટન તમીમ ઈકબાલ માત્ર 3 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, પરંતુ તે પછી બાંગ્લાદેશના લગભગ તમામ બેટ્સમેનોએ રન બનાવીને ટીમનો કુલ સ્કોર વધારવામાં મદદ કરી હતી. બાંગ્લાદેશની આ ઈનિંગમાં સૌથી મહત્વની વાત એ હતી કે કોઈ પણ બેટ્સમેને સદી ફટકારી ન હતી, પરંતુ તેમ છતાં ટીમ આટલો મોટો સ્કોર બનાવવામાં સફળ રહી હતી.
બાંગ્લાદેશે પોતાના ODI ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો
બાંગ્લાદેશની આ ઇનિંગમાં શાકિબ-અલ હસને સૌથી વધુ 93 રન બનાવ્યા હતા. તેના સિવાય બાંગ્લાદેશ તરફથી ડેબ્યૂ કરનાર તૌહિદ હૃદયે પણ 92 રનની શાનદાર ઇનિંગ રમીને કારકિર્દીની શરૂઆત કરી હતી. આ નવોદિત બેટ્સમેને અનુભવી શાકિબ સાથે ચોથી વિકેટ માટે 135 રનની ભાગીદારી કરી હતી. જો કે આ બંને બેટ્સમેન પોતપોતાની સદી ચૂકી ગયા હતા. તેના પછી વિકેટ કીપર બેટ્સમેન મુશફિકુર રહીમે 26 બોલમાં 44 રનની ઝડપી ઈનિંગ રમી અને તેની ટીમના સ્કોર 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 338 રન સુધી પહોંચાડ્યો. બાંગ્લાદેશના ODI ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.
રવિવારે રમાશે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે
IND vs AUS 2023: પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે બીજી વનડે માટે પણ તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે 19 માર્ચ રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. આવો અમે તમને આ મેચની લાઈવ સ્ટ્રીમિંગ વિગતો જણાવીએ.
ભારત-ઓસ્ટ્રેલિયા 2જી ODIની લાઇવ સ્ટ્રીમિંગ વિગતો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2જી ODI મેચ ક્યારે થશે ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ 19 માર્ચ (રવિવાર)ના રોજ રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા 2જી ODI મેચ કેટલા વાગ્યે શરૂ થશે ?
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2જી ODI મેચ ક્યાં રમાશે ?
વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બીજી વનડે મેચ ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા બીજી વનડે મેચ ટેલિવિઝન પર લાઈવ કેવી રીતે જોવી?
ભારત અને ઓસ્ટ્રેલિયા બીજી વનડે મેચનું સ્ટાર સ્પોર્ટ્સ પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા 2જી ODI નું લાઇવ સ્ટ્રીમિંગ કઈ રીતે કરવું?
ભારત-ઓસ્ટ્રેલિયા બીજી ODIનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પર કરવામાં આવશે.
ટીમમાં ફેરફાર થવાની શક્યતા છે
તમને જણાવી દઈએ કે આ સીરીઝની પ્રથમ વનડેમાં કેપ્ટન રોહિત શર્મા પોતાના પારિવારિક કારણોસર ઉપલબ્ધ નહોતો. હાર્દિક પંડ્યાએ કેપ્ટનશિપની જવાબદારી લીધી હતી. જોકે, બીજી મેચમાં કેપ્ટન વાપસી કરશે આ સ્થિતિમાં ઈશાન કિશન ટીમની બહાર જઈ શકે છે. આ સિવાય પીચને ધ્યાનમાં રાખીને શાર્દુલ ઠાકુરની જગ્યાએ અક્ષર પટેલને રમવાની તક આપવામાં આવી શકે છે.