Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?
ડોલર સામે રૂપિયો 2 વર્ષના સૌથી મોટા ઘટાડા સાથે ઐતિહાસિક તળિયે ઉતરી ગયો છે.....અમેરિકન ડોલર સામે રૂપિયામાં 27 પૈસાનો ઘટાડો થયો પરિણામે 86.31 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચ્યો છે.....આજે ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ પર ડોલર સામે રૂપિયો 86.12 ખુલ્યો હતો....માર્કેટ ખુલવાની સાથે જ રૂપિયો તૂટ્યો અને 86.31 ઓલટાઇમ લો થયો....આ પહેલા 10 જાન્યુઆરીએ ડોલર સામે રૂપિયો 86.04 પર બંધ થયો હતો....ડોલર સામે રૂપિયાના તાજેતરના ઘટાડા પર નજર કરીએ તો ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે રૂપિયો 18 પૈસા ઘટીને 86.04 પ્રતિ ડોલર પર બંધ થયો...જ્યારે આગલા દિવસે પણ તે ડોલર સામે 85.86 પર બંધ થયો હતો....માર્કેટ 7 મહિનાની નીચી સપાટીએ પહોંચી ચૂક્યું છે....સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 23,100ની નીચે બંધ થયો...કોઈ પણ દેશના ચલણમાં ઘટાડો માત્ર સરકાર પર જ નહીં પરંતુ સામાન્ય જનતા પર પણ પ્રતિકુળ અસર કરે છે....
રૂપિયામાં ઘટાડો થવાનો અર્થ છે કે, વિદેશમાં ભણવું અને ફરવુ મોંઘું થશે....આયાત થતી તમામ વસ્તુઓ મોંઘી થશે....આયાત મોંઘી થતા મોંઘવારી વધશે....ખાવાપીવાની ચીજો થશે મોંઘી...પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થશે...કારણ કે ભારત મોટાભાગે ક્રૂડ ઓઇલની આયાત કરે છે અને તેનું બિલ પણ ડૉલરમાં જ ચૂકવે છે.....હવાઈ મુસાફરી મોંઘી થશે...વિદેશી રોકાણ ઓછું થશે...ઉદ્યોગો અને રોજગારી પર તેની અવળી અસર પડશે....સેમી કંડક્ટર ચીપ્સની આયાત પણ મોંઘી થતાં ઈલેક્ટ્રોનિક્સ સાધનોની કિંમત વધશે....જોકે, નિકાસ કરતા વેપારીઓને આનાથી લાભ થશે...IT અને ફાર્મા કંપનીઓને ફાયદો થશે....
વર્ષ 2004થી અત્યારસુધી રૂપિયો કેટલો તૂટ્યો તેની વાત કરીએ તો
વર્ષ ડૉલર સામે રૂપિયાની કિંમત
2004 45.86
2009 49.83
2014 60.84
2019 71.64
2024 83.76
2025(13 જાન્યુ.) 86.31




















