બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
યાત્રાધામ બેટ દ્વારકા અને ઓખા નગરપાલિકા વિસ્તારમાં ત્રીજા દિવસે પણ મેગા ડિમોલિશન યથાવત, કરોડોની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત.

Bet Dwarka demolition drive: યાત્રાધામ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. સવારથી ઓખા નગરપાલિકા વિસ્તારમાં પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં અંદાજે 177 મકાનો જે ગૌચર અને બિનઅધિકૃત જમીન પર બાંધવામાં આવ્યા હતા તે દૂર કરાયા છે, જેની કિંમત અંદાજે 20 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આજે ઓખા ખાતે એક ધાર્મિક દબાણ પણ હટાવવામાં આવ્યું, જેની કિંમત અંદાજે 3.5 કરોડ રૂપિયા જેટલી છે.
બેટ દ્વારકા બાદ ઓખા પાલિકા વિસ્તારમાં પણ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી યથાવત છે. ત્રીજા દિવસે કરોડોની કિંમતની જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં અંદાજે 180થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. ગૌચર અને સરકારી જમીનો પરના બિનઅધિકૃત દબાણો તોડી પાડવાની કામગીરી સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. ઓખામાં બે ધાર્મિક દબાણો પણ તોડી પાડવામાં આવ્યા. અત્યાર સુધીમાં અંદાજે 20 કરોડની કિંમતની જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. એક હજાર પોલીસ જવાનો સાથે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન યથાવત છે અને હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે, તેમ એક યાદીમાં જણાવાયું છે.
બેટ દ્વારકામાં બે દિવસથી ચાલતું મેગા ડિમોલિશન આજે ત્રીજા દિવસના અંતે 36 કરોડ રૂપિયા જેટલી કીમતી જગ્યા ખુલ્લી કરવામાં આવી, જેમાં ત્રણ ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે. બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન આજે ત્રીજા દિવસે શરૂ થયા બાદ ઓખા નગરપાલિકા વિસ્તારમાં પણ બુલડોઝર પહોંચ્યું હતું અને ત્યાં પણ સવારે બે અને સાંજે એક મોટું ધાર્મિક દબાણ દૂર કરાયું. દ્વારકા પ્રાંત અધિકારી અમોલ આમટેની અધ્યક્ષતા અને SP નિતેશ પાંડેના માર્ગદર્શનમાં આ કામગીરી થઈ રહી છે. ઓખા પોર્ટ કોલોની ખાતે આવેલ ખૂબ જ મોટું દબાણ, જે અંદાજિત 1500 સ્ક્વેર મીટર જેટલી જગ્યાનું અને અંદાજે 2 કરોડ 30 લાખ રૂપિયાની બજાર કિંમતનું હોવાનું જાણવા મળ્યું છે, તે હટાવવાની ઝુંબેશ સાંજ સુધી ચાલુ રહી હતી. હજુ આ કામગીરી કેટલા દિવસ ચાલશે તે નિશ્ચિત નથી.
આમ, કુલ 260 બાંધકામો, જેમાં 3 ધાર્મિક સ્થળોનો સમાવેશ થાય છે, જે અંદાજે 60,800 સ્ક્વેર મીટર જગ્યાની કિંમત 35 કરોડ 48 લાખ રૂપિયા જેટલી થાય છે, તે આ ત્રણ દિવસમાં ખુલ્લી કરવામાં આવી. બેટ દ્વારકા સાથે ઓખા નગરપાલિકા વિસ્તારમાં પણ ભારે બુલડોઝર ચાલ્યું. યાત્રાધામ દ્વારકામાં મેગા ડિમોલિશનમાં ત્રણ દિવસમાં 35.48 કરોડ રૂપિયાની 60,800 સ્ક્વેર મીટર જેટલી જગ્યા તેમજ 260 જેટલા સ્ટ્રક્ચરો (3 ધાર્મિક) ડિમોલિશન કરવામાં આવ્યા.
આ પણ વાંચો....
લે ખા, કેટલા રૂપિયા ખાઈશ? ગુજરાતના ભ્રષ્ટ અધિકારી પર નોટોનો વરસાદ, વીડિયો થયો વાયરલ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
