Election: ચૂંટણી જીત્યા બાદ આ સ્ટાર ક્રિકેટરના બદલાયા તેવર, ફેન્સે સેલ્ફી માંગી તો મારી દીધી થપ્પડ, વીડિયો વાયરલ
બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર અને કેપ્ટન શાકિબ અલ હસને પણ ચૂંટણી મેદાનમાં જીતનો ઝંડો લહેરાવ્યો હતો
Bangladesh Shakib Al Hasan Video: બાંગ્લાદેશના સ્ટાર ક્રિકેટર અને કેપ્ટન શાકિબ અલ હસને પણ ચૂંટણી મેદાનમાં જીતનો ઝંડો લહેરાવ્યો હતો. શાકિબ અલ હસને બાંગ્લાદેશની ચૂંટણીમાં શાનદાર જીત હાંસલ કરી છે. જોકે તેઓ આ ચૂંટણી જીતને પચાવી શક્યો નથી. બાંગ્લાદેશમાં ચૂંટણી જીત્યા પછી તરત જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો હતો, જેમાં તેણે તેના એક ફેન્સને થપ્પડ મારી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે શાકિબ અલ હસન તેના મતવિસ્તારમાં ગયો હતો, જ્યાં તેના સેંકડો ચાહકોએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. આ પછી, વાદળી શર્ટમાં ઉભેલા એક વ્યક્તિએ તેને પાછળથી પકડી લીધો, જેના પછી શાકિબ અલ હસન ગુસ્સે થઈ ગયો અને પાછો ફર્યો અને તેને જોરથી થપ્પડ મારી. આ પછી બધા ચાહકો શાંત થઈ ગયા.
Slap Shot from Shakib 🏏 pic.twitter.com/D2MGqqAhPK
— Zaki Ishtiaque Hussain (@Gunner_811) January 7, 2024
શાકિબ અલ હસન મોટી હસ્તી
શાકિબ અલ હસન જે દેશનું એક મોટું વ્યક્તિત્વ છે. હવે ચૂંટણી જીત્યા પછી ઘણાબધા ચાહકોએ તેની સાથે તસવીરો લેવા અથવા હાથ મિલાવવા તેને ઘેરી લીધો, પરંતુ જ્યારે તેમાંથી એકે પાછળથી તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો તો ક્રિકેટરે ગુસ્સો ગુમાવી દીધો અને તેના ચહેરા પર થપ્પડ મારી દીધી. જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે તેમનું નામ કોઈ વિવાદમાં જોડાયું હોય. આ પહેલા તેણે ક્રિકેટના મેદાન પર એમ્પાયર સાથે દલીલ કરી હતી અને ગત ક્રિકેટ વર્લ્ડકપમાં શ્રીલંકાના ક્રિકેટર એન્જેલો મેથ્યૂસ સામે ટાઈમ આઉટની અપીલ કરી હતી.
શાકિબ અલ હસને જીતી ચૂંટણી
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન આ વખતે રાષ્ટ્રીય ચૂંટણી લડ્યો હતો. તેણે રવિવારે (7 જાન્યુઆરી) દેશની સંસદમાં પોતાનું સ્થાન બનાવ્યું હતુ.