(Source: ECI/ABP News/ABP Majha)
Paytm Home Series: BCCIએ ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકા સામેની ભારતની T20 અને વન ડે સિરીઝની તારીખો જાહેર કરી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ સિરીઝનો કાર્યક્રમ જાહેર કર્યો છે.
Paytm Home Series: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની ઘરેલુ સિરીઝનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ટીમ ઈન્ડિયા પોતાની હોમ સીઝનની શરૂઆત કાંગારૂ ટીમ સામે ટી20 સિરીઝથી કરશે. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 અને વનડે સિરીઝ રમાશે. આ સમયગાળા દરમિયાન કુલ નવ મેચો રમાશે. T20 વર્લ્ડ કપની તૈયારીઓને ધ્યાનમાં રાખીને BCCIએ T20 સિરીઝ માટે બે મોટી ટીમોને બોલાવી છે.
સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ રમાશેઃ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T20 મેચ 20 સપ્ટેમ્બરે મોહાલીમાં, બીજી T20 મેચ 23 સપ્ટેમ્બરે નાગપુરમાં અને ત્રીજી T20 મેચ 25 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં રમાશે. આ પછી, ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે ટી-20 સિરીઝ રમીને T20 વર્લ્ડ કપની તૈયારીઓ હાથ ધરશે.
Take a look at #TeamIndia's home series fixture against Australia. 👍#INDvAUS pic.twitter.com/zwNuDtF32R
— BCCI (@BCCI) August 3, 2022
28 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે સિરીઝઃ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 મેચ 28 સપ્ટેમ્બરે ત્રિવેન્દ્રમમાં, બીજી ટી20 મેચ 2 ઓક્ટોબરે ગુવાહાટીમાં અને ત્રીજી ટી20 મેચ 4 ઓક્ટોબરે ઈન્દોરમાં રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે શ્રેણી પણ રમશે.
વનડે શ્રેણીની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે લખનૌમાં, બીજી મેચ 9 ઓક્ટોબરે રાંચીમાં અને ત્રીજી મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે. આ ODI સિરીઝ 2020માં રદ થયેલી ODI સિરીઝના સ્થાને રમાશે. ઉલ્લેખનીય છે કે, 2020માં કોરોનાને કારણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વનડે સિરીઝ રદ કરવામાં આવી હતી. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે પહોંચી હતી. હવે આ શ્રેણી આ વર્ષે ઓક્ટોબરમાં રમાશે.
Check out the #INDvSA home series schedule. 👌#TeamIndia | @BCCI | @OfficialCSA pic.twitter.com/jo8zC4hjDq
— BCCI (@BCCI) August 3, 2022