(Source: ECI/ABP News/ABP Majha)
દિલ્હીની કાળજાળ ગરમીને ધ્યાનમાં રાખતા BCCIએ મેચ દરમિયાન કર્યો આ મોટો ફેરફાર, ખેલાડીઓને શું આપી રાહત, જાણો
TOIના એક રિપોર્ટ અનુસાર, ખેલાડીઓને દિલ્હીની ગરમીથી બચવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડે મેચ દરમિયાન 10 ઓવર બાદ ડ્રિંક્સ બ્રેક કરાવવાનો ફેંસલો કર્યો છે.
India vs South Africa 1st T20, Delhi Heat: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પાંચ મેચોની ટી20 સીરીઝની પહેલી મેચ રમાવવા જઇ રહી છે. જોકે આ પહેલા કદાચ જૂનના મહિનામાં દિલ્હીમાં કોઇ આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ હશે. રાજધાનીમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે, આ કારે બન્ને ટીમોના ખેલાડીઓ પરેશાન છે.
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન તેમ્બા બવુમાએ મેચ પહેલા જ ગરમીને લઇને મોટુ નિવેદન આપી દીધુ છે. જોકે આ બધાની વચ્ચે ભારતીય ક્રિકેટ બોર્ડને ભીષણ ગરમીને ધ્યાનમાં રાખતા મોટો ફેંસલો કર્યો છે.
દિલ્હીમાં ગરમીથી બચવા માટે BCCIનો મોટો નિર્ણય -
TOIના એક રિપોર્ટ અનુસાર, ખેલાડીઓને દિલ્હીની ગરમીથી બચવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડે મેચ દરમિયાન 10 ઓવર બાદ ડ્રિંક્સ બ્રેક કરાવવાનો ફેંસલો કર્યો છે. આ બન્ને ટીમનો ખેલાડીઓ માટે રાહત આપનારુ છે. આવામાં બોર્ડના આ ફેંસલાનુ બન્ને ટીમોએ સ્વાગત કર્યુ છે.
ખાસ વાત છે કે, ટી20 મેચ દરમિયાન કોઇ બ્રેક નથી લેવામાં આવતો. પરંતુ આવું દિલ્હીનો પારો 45 ડિગ્રીની આસપાસ રહે છે, આવામાં બીસીસીઆઇને આની જરૂર પડી છે.
દિલ્હીની ગરમીથી આફ્રિકન ટીમ પરેશાન -
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન તેમ્બા બવુમા દિલ્હીની ગરમીથી ખુબ પરેશાન છે. કેપ્ટન તેમ્બા બવુમાએ કહ્યું કે, તેમની ટીમને ખબર હતી કે દિલ્હીમાં ગરમી હશે, પરંતુ આવી આશા ન હતી કે આટલી બધી ગરમી હશે.
આ પણ વાંચો.......
Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય
Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ
Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી
Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ
સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ
Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ