BCCI central contract 2025: આ ભારતીય ખેલાડીઓને પ્રથમવાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મળ્યું સ્થાન
બીસીસીઆઇએ નવો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો છે. BCCI દ્ધારા 2024-25 માટે 34 ખેલાડીઓને કરાર આપવામાં આવ્યા છે.

બીસીસીઆઇએ નવો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો છે. BCCI દ્ધારા 2024-25 માટે 34 ખેલાડીઓને કરાર આપવામાં આવ્યા છે. 34 નામોને ચાર ગ્રેડમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તેમનો પગાર 1 કરોડ રૂપિયાથી 7 કરોડ રૂપિયા સુધીનો છે. 34 ખેલાડીઓમાં 4 નામ એવા છે જેમને બીસીસીઆઈ દ્વારા પહેલીવાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ બધા ખેલાડીઓ ગ્રેડ સીમાં છે અને તેમનો પગાર 1 કરોડ રૂપિયા છે.
હર્ષિત રાણા
ફાસ્ટ બોલર હર્ષિત રાણાને BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. હર્ષિતનો પણ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત માટે 17 વિકેટ લીધી છે.
નીતિશ કુમાર રેડ્ડી
નીતિશ કુમાર રેડ્ડી અત્યાર સુધી IPL 2025માં નિષ્ફળ રહ્યા છે પરંતુ મેલબોર્નમાં તેમના નામે એક ટેસ્ટ સદી છે. તેણે T20 માં ભારત માટે વિસ્ફોટક બેટિંગ પણ કરી છે. નીતીશે બોલિંગમાં પણ 8 વિકેટ લીધી છે. તે પહેલી વાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં આવ્યો છે.
વરુણ ચક્રવર્તી
ગૌતમ ગંભીરના મુખ્ય કોચ બન્યા બાદ વરુણ ચક્રવર્તી ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો હતો. તે આવતાની સાથે જ લોકપ્રિય થઈ ગયો હતો. ટી20માં ધમાલ મચાવ્યા બાદ તેણે વનડેમાં ડેબ્યૂ કર્યું હતું. વરુણ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો.
આકાશ દીપ
ઝડપી બોલર આકાશ દીપ પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તે ભારતનો મુખ્ય બોલર હતા. આકાશ દીપે ગયા વર્ષે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેની પાસે બંને બાજુ બોલ સ્વિંગ કરવાની ક્ષમતા છે અને તે ઇંગ્લેન્ડ પ્રવાસ પર પણ જઈ શકે છે.
આ ભારતીય ક્રિકેટરોનો ગ્રેડ A+ માં સમાવેશ
રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.
આ ભારતીય ક્રિકેટરોનો ગ્રેડ- A માં સમાવેશ
મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત.
આ ભારતીય ક્રિકેટરોને ગ્રેડ-બીમાં સામેલ કરાયા
સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યર.
ગ્રેડ- સી (19 ખેલાડીઓ)
રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, સરફરાઝ ખાન, આકાશ દીપ, નીતીશ રેડ્ડી, ધ્રુવ જુરેલ, વરુણ ચક્રવર્તી, ઈશાન કિશન, અભિષેક શર્મા, હર્ષિત રાણા




















