શોધખોળ કરો
Advertisement
2021નો ટી20 વર્લ્ડકપ ભારતમાં રમાશે, કેટલી ટીમો લેશો ભાગ? આયોજન અંગે બીસીસીઆઇએ શું કહ્યું
ખાસ વાત છે કે ભારત પહેલા આ વર્ષનો ટી20 વર્લ્ડકપ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાવવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે તેને 2022 સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે વર્ષ 2020નો ટી20 વર્લ્ડકપ રદ્દ થઇ ગયો છે, આ ઉપરાંત કેટલીય ક્રિકેટ સીરીઝ અને લીગ ટૂર્નામેન્ટોને કેન્સલ કરવી પડી છે. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી વર્ષ રમાનારા આઇસીસી ટી20 વર્લ્ડકપના આયોજનને લઇને ગુડ રિસ્પૉન્સ આપ્યો છે.
બીસીસીઆઇના સચિવ જય શાહે કહ્યું કે બોર્ડર આગામી વર્ષે આઇસીસી ટી20 વર્લ્ડકપ માટે કોઇ કસર નહીં છોડે. ખાસ વાત છે કે ભારત પહેલા આ વર્ષનો ટી20 વર્લ્ડકપ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાવવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે તેને 2022 સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે.
બોર્ડના સચિવે વાયદો કર્યો કે આઇસીસી વર્લ્ડકપ માટે આવનારી ટીમને ભારતમાં શાનદાર આતિથ્યનો અનુભવ મળશે. તેમને કહ્યું ભારત તેના શાનદાર આતિથ્ય માટે જાણીતુ છે, અને હુ આઇસીસી અને બોર્ડના સભ્યોને આશ્વસ્ત કરુ છુ કે અમે અહીં તમારા ઘર જેવા માહોલનો અનુભવ કરાવીશુ.
આ વખતે 16 ટીમો લેશે ભાગ
તેમને ઇન્ડિયન પ્રીમિયર લીગના સફળ આયોજન પર બીસીસીઆઇને અભિનંદન આપતા કહ્યું- આઇપીએલને સફળતાપૂર્વક પુરી કરવા બદલ બીસીસીઆઇ, ટીમો અને અમીરાત ક્રિકેટ બોર્ડની હંમેશા પ્રસંશા કરીએ છીએ. અમે આનાથી અને બીજા દેશોમાં થયેલા ક્રિકેટ આયોજનથી સીખ લેશુ. આ ટી20 વર્લ્ડકપમાં યજમાન ભારત ઉપરાંત પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, આયરલેન્ડ, નામીબિયા, નેધરલેન્ડ્સ, ઓમાન, પાપુઆ ન્યૂ ગિની, સ્કૉટલેન્ડની ટીમો ભાગ લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement