શોધખોળ કરો
કોરોના વાયરસઃ જૂલાઇ-સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે IPL-13
બેઠકમાં ટુનામેન્ટ કરાવવાને લઇને પ્લાન-બી પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.
![કોરોના વાયરસઃ જૂલાઇ-સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે IPL-13 BCCI looking at July-September window for scheduling of IPL 2020 કોરોના વાયરસઃ જૂલાઇ-સપ્ટેમ્બરમાં યોજાઇ શકે છે IPL-13](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/18220227/1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વિશ્વમાં મહામારી જાહેર કરાયેલા કોરોના વાયરસના કારણે ઇન્ડિયન પ્રિમિયર લીગની 13મી સીઝનનું આયોજન 29 માર્ચથી 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. આ ટુનામેન્ટના આયોજનને લઇને શનિવારે ફ્રેન્ચાઇઝીઓના માલિકોએ બીસીસીઆઇના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં ટુનામેન્ટ કરાવવાને લઇને પ્લાન-બી પર પણ વિચાર કરવામાં આવ્યો હતો.
જોકે, પ્લાન-બી પર કોઇ સહમતિ બની શકી નહીં. પ્લાન-એ પર હાલમાં ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. મતલબ કે ટુનામેન્ટ 60 મેચની કરાવવામાં આવશે. જો શક્ય હશે તો દેશ બહાર રમાડવામાં આવશે. આઇસીસીના ફ્યૂચર ટૂર્સ પ્રોગ્રામ એટલે કે ક્રિકેટના કેલેન્ડરને જોવામાં આવે તો જૂલાઇ અને સપ્ટેમ્બરમાં આઇપીએલ કરવામાં આવી શકે છે. એશિયા કપ ટી-20નું આયોજન આરબ અમીરાતમાં સપ્ટેમ્બરમાં યોજાશે. બીજી તરફ આ દરમિયાન ઇગ્લેન્ડ પાકિસ્તાનની યજમાની કરશે.
ઇગ્લેન્ડ-પાકિસ્તાનને છોડીને ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના શેડ્યૂલ પર નજર નાખીએ તો તે વધારે વ્યસ્ત નથી. ભારતને એશિયા કપ સિવાય ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વર્લ્ડકપ અગાઉ ત્રણ મેચોની વન-ડે, ત્રણ મેચની ટી-20 સીરિઝ શ્રીલંકામાં રમવાની છે. બીસીસીઆઇ વિચારી રહ્યું છે કે આ તમામ વચ્ચે કેવી રીતે આઇપીએલનું આયોજન કરવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)