શોધખોળ કરો

BCCIએ ઝૂમ મીટિંગ કરીને IPL ટીમો આપી ચેતાવણી, કહ્યું- આ વખતે ભારતીય ખેલાડીઓને રમવા માટે ફૉર્સ ના કરતા, જાણો શું કેમ કહ્યું આવુ.....

આ વાતને ધ્યાનમાં રાખતા બીસીસીઆઇએ આઇપીએલ ટીમને સલાહ આપી છે કે, તે ટૂર્નામેન્ટ દરમિયાન મુખ્ય ભારતીય ખેલાડીઓનો વધુ ઉપયોગ ના કરે.

BCCI On WTC Final & World Cup 2023: આઇપીએલ 2023ની શરૂઆત 31 માર્ચથી થઇ રહી છે. વળી, આ પછી ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ફાઇનલ રમવા ઇંગ્લેન્ડ જશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ 7 જૂને રમાશે, પરંતુ આ પહેલા ભારતીય ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઇ માટે ઇજાગ્રસ્ત ખેલાડીઓનું લાંબુ લિસ્ટ સતત  બની રહ્યું છે. જસપ્રીત બુમરાહ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિષ્ણા અને ઋષભ પંત જેવા ખેલાડીઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ નહીં રમી શકે. વળી, આ પછી ઓક્ટોબર મહિનાથી ભારતીય જમીન પર વનડે વર્લ્ડકપ રમાશે.  

આઇપીએલ પહેલા તમામ ટીમોને બીસીસીઆઇની સલાહ -
આ વાતને ધ્યાનમાં રાખતા બીસીસીઆઇએ આઇપીએલ ટીમને સલાહ આપી છે કે, તે ટૂર્નામેન્ટ દરમિયાન મુખ્ય ભારતીય ખેલાડીઓનો વધુ ઉપયોગ ના કરે. ખરેખરમાં, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ ફાઇનલ ઉપરાંત બીસીસીઆઇને વર્લ્ડકપની ચિંતા સતાવી રહી છે. આ કારણે નેશનલ ક્રિકેટ એકેડેમીના ફિઝિયો નીતિન પટેલ અને સોહમ દેસાઇએ જૂમ કૉલ દ્વારા તમામ આઇપીએલ ટીમો સંદેશ આપ્યો છે. આ ઝૂમ દ્વારા આઇપીએલ ટીમને કહેવામાં આવ્યુ કે તે ટૂર્નામેન્ટ દરમિયાન મુખ્ય ખેલાડીઓનો વધુ ઉપયોગ ના કરે, જેથી ઇજાગ્રસ્ત થવાનો ખતરો ઓછો કરવામાં આવી શકે.  

ભારતીય ખેલાડીઓનો સાવચેતીથી ઉપયોગ કરવો-  બીસીસીઆઇ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આઇપીએલ દરમિયાન તમામ ભારતીય ખેલાડીઓને સાવધાનીથી ઉપયોગ કરવામા આવે, ખાસ કરીને ફાસ્ટ બૉલરોનો... આ ઉપરાંત તમામ ટીમોને કહેવામાં આવ્યું છે કે, નેટ્સમાં ફાસ્ટ  બૉલરોથી વધુ બૉલિંગ ના કરાવવામાં આવે, ફાસ્ટ બૉલરો ફક્ત ટ્રેનિંગ પર ફૉકસ કરે. આ દરમિયાન ખાસ કરીને મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, ઉમરાન મલિક, ભુવનેશ્વર કુમાર, રવિચંદ્રન અશ્વિન, યુજેવન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર પર નજર રહેશે.

 

Chennai Super Kings Profile: ધોનીની કેપ્ટનશીપ, બેન સ્ટોક્સનો ધમાલ, IPLમાં આ વખતે ચેન્નઇને રોકવું બનશે મુશ્કેલ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ને રોકવી મુશ્કેલ બનશે. IPL 2023માં દસ ટીમો ભાગ લઈ રહી છે, પરંતુ ચાહકોનું ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાવનાત્મક બંધન છે અને તેનું સૌથી મહત્ત્વનું કારણ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છે. 41 વર્ષીય એમએસ ધોનીએ તેની કેપ્ટનશીપ હેઠળ CSKને ચાર ટાઇટલ અપાવ્યા છે. નવ વખત ટીમને ફાઇનલમાં લઇ ગયો છે.તેની માત્ર હાજરી વિરોધી ટીમને ડરાવવા માટે પૂરતી છે. એક પ્રોફેશનલ ક્રિકેટર તરીકે એમએસ ધોનીની આ છેલ્લી સીઝન હોઈ શકે છે અને તે તેને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડવા માંગશે નહીં. આઈપીએલ હવે 'હોમ એન્ડ અવે' ફોર્મેટમાં પાછી આવી છે અને ચેન્નઈને તેના ગઢ ચેપોક ખાતે સાત મેચ રમવાની છે. ગત સીઝનમાં પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ ગયેલી ચેન્નઈની ટીમની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપવામાં આવી હતી, પરંતુ બાદમાં ધોનીને ફરીથી કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આઈપીએલમાં આ વખતે કોઈપણ ટીમ ચેન્નાઈને હળવાશથી લેવા માંગતી નથી અને આ સાઝન પણ તેનાથી અલગ નથી. ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ હવે ટીમમાં છે જે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે.

તાકાત

બેન સ્ટોક્સની હાજરી ચેન્નઈની ક્રોસ હિટિંગને મજબૂત બનાવશે. ચેપોકની ધીમી પીચ પર તે એક કે બે શાનદાર ઓવરોમાં મેચની બાજી પલટી શકે છે.  ચેપોક ખાતેની સાત ઘરઆંગણાની મેચોમાં રવિન્દ્ર જાડેજા અને મોઈન અલી પણ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડ બેટિંગમાં ઉપયોગી થશે જ્યારે અંબાતી રાયડુ, સ્ટોક્સ, ધોની અને જાડેજા મિડલ ઓર્ડરને મજબૂત બનાવશે.

નબળાઈ

મુકેશ ચૌધરી ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે જે CSK માટે મોટો ફટકો હશે. દીપક ચહર લાંબા સમય બાદ કમર અને હેમસ્ટ્રિંગની ઈજામાંથી સ્વસ્થ થઈને વાપસી કરી રહ્યો છે. મેચની પરિસ્થિતિઓમાં તેની ફિટનેસની ચકાસણી થઈ શકી નથી. તે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મેળવવાનો દાવેદાર છે અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરવા ઈચ્છે છે.

તક

ઝડપી બોલિંગમાં યુવા સિમરજીત સિંઘ અને લસિથ મલિંગા જેવી એક્શન ધરાવતો મથિશા પથિરાનાને તેની યોગ્યતા સાબિત કરવાની તક મળશે. ધોની 'ઈમ્પેક્ટ પ્લેયર'ના નિયમનો સારી રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે જોવાનું રહેશે

ખતરો

CSK સામે સૌથી મોટો પડકાર તેના ખેલાડીઓની વૃદ્ધાવસ્થા છે. રાયડુ અને અજિંક્ય રહાણે હાઈ સ્કોરિંગ મેચોમાં દબાણમાં આવી શકે છે. આ સિવાય ટીમ પાસે સારા ભારતીય સ્પિનરો પણ નથી. રવિન્દ્ર જાડેજા તાજેતરમાં ટી-20માં તેટલું સારું પ્રદર્શન કરી શક્યો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Embed widget