શોધખોળ કરો

BCCI બે રાષ્ટ્રીય ક્રિકેટ ટીમો બનાવશે, એક જ સમયે ટેસ્ટ અને મર્યાદિત ઓવરોની મેચ રમશે

બીસીસીઆઈએ પહેલાથી જ આગામી સિઝનથી આઈપીએલની વિન્ડો વધારવાનો દાવો કર્યો છે. જય શાહે કહ્યું કે આવતા વર્ષથી IPLને 2ને બદલે 2.5 મહિનાની વિન્ડો મળશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 2022 થી 2027 સુધીની સાઈકલ માટે મીડિયા અધિકારોની હરાજીથી BCCIને 48,000 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. આ સાથે IPL વિશ્વની બીજી સૌથી મોટી લીગ તરીકે ઉભરી આવી છે. જોકે, આ દરમિયાન એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગીદારી ઓછી થઈ જશે. પરંતુ બીસીસીઆઈએ આ અંગે ખૂબ જ ખાસ પ્લાન બનાવ્યો છે.

ભવિષ્યમાં ભારતની બે ટીમો એકસાથે અલગ-અલગ દેશોમાં રમતી જોવા મળશે. આ જાણકારી BCCI સેક્રેટરી જય શાહે આપી છે. તેણે કહ્યું, “અમે બે રાષ્ટ્રીય ટીમો તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય અમારી બે ટીમોને એક જ સમયે ટેસ્ટ અને મર્યાદિત ઓવરની ક્રિકેટ રમતા જોવાનો છે.

તમને જણાવી દઈએ કે આઈપીએલના વધતા કદને કારણે હવે BCCI પર મેચોની સંખ્યા વધારવાનું દબાણ છે. બીસીસીઆઈએ પહેલાથી જ આગામી સિઝનથી આઈપીએલની વિન્ડો વધારવાનો દાવો કર્યો છે. જય શાહે કહ્યું કે આવતા વર્ષથી IPLને 2ને બદલે 2.5 મહિનાની વિન્ડો મળશે. આ દરમિયાન તમામ દેશોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો IPL (Indian Premier League) માટે ઉપલબ્ધ રહેશે.

બીસીસીઆઈએ એક યોજના બનાવી છે

IPLની વધતી જતી વિન્ડોને કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અસર થવાની અટકળો હતી. પરંતુ હવે બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે તે આંતરરાષ્ટ્રીય મેચો પર કઈ રીતે વધુ અસર નહીં થવા દે.

જોકે, બીસીસીઆઈ દ્વારા જે પ્રકારની યોજનાની વાત કરવામાં આવી છે, તે જ કંઈક ગયા વર્ષે પણ જોવા મળ્યું હતું. ગત વર્ષે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ ઈંગ્લેન્ડના પ્રવાસે હતા. દરમિયાન, IPLમાં સારું પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડીઓને T20 અને ODI ટીમના ભાગ રૂપે શ્રીલંકા મોકલવામાં આવ્યા હતા. બોર્ડ દ્વારા આવી જ ટીમ આવતા મહિને આયર્લેન્ડના પ્રવાસ પર મોકલવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?Letter Forgery Case : જેલમાંથી બહાર આવતાં જ પાયલ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડી, જુઓ શું આપ્યું નિવેદન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

Embed widget