IND vs NZ: T20I માં આ વર્લ્ડ રેકોર્ડથી માત્ર 4 વિકેટ દૂર ભુવનેશ્વર કુમાર, આવુ કરનાર હશે પ્રથમ બોલર
T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડ સામે T20 અને ODI સીરીઝ રમવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં 3 T20 અને 3 ODI શ્રેણી રમશે.
India vs New Zealand: T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ન્યૂઝીલેન્ડ સામે T20 અને ODI સીરીઝ રમવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં 3 T20 અને 3 ODI શ્રેણી રમશે. આ સિરીઝ 18 નવેમ્બરથી શરૂ થશે. જેમાં પ્રથમ ટી20 મેચ ન્યુઝીલેન્ડના વેલિંગ્ટનમાં રમાશે. આ શ્રેણીમાં ભારતીય ટીમના ઘણા સિનિયર ખેલાડીઓ જોવા મળશે નહીં. આમાં, ભુવનેશ્વર કુમાર (bhuvneshwar kumar) બોલિંગમાં ટીમની સંભાળ લેશે. ભુવનેશ્વર આ સિરીઝમાં ચાર વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવી શકે છે.
આ રેકોર્ડ તોડી શકે છે
જો ભુવનેશ્વર કુમાર આ શ્રેણીમાં 4 વિકેટ લે છે તો તે 2022ના કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ વિકેટ લેનાર બોલર બની જશે. હાલમાં આ રેકોર્ડ આયરિશ બોલર જોશુઆ લિટલના નામે છે. તેણે અત્યાર સુધી 2022ની 26 મેચમાં 39 વિકેટ ઝડપી છે. જ્યારે ભુવનેશ્વર કુમારે 30 મેચમાં 36 વિકેટ લીધી છે. ભુવનેશ્વર કુમારે 2022માં સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ વિકેટ લેવા માટે આ સિરીઝમાં 4 વિકેટ લેવી પડશે.
જોશુઆ લિટલ હેટ્રિક લીધી
તાજેતરમાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2022માં આઇરિશ બોલર જોશુઆ લિટલે વિકેટની હેટ્રિક લીધી હતી. તેણે સુપર-12માં ન્યુઝીલેન્ડ સામે રમાયેલી મેચમાં આ કારનામું કર્યું હતું. જોશુઆ લિટલ 2022 T20 વર્લ્ડ કપમાં વિકેટની હેટ્રિક લેનારો બીજો ખેલાડી બન્યો. તે પહેલા યુએઈના બોલર કાર્તિક મયપ્પને શ્રીલંકા સામે વિકેટની હેટ્રિક લીધી હતી.
ભુવનેશ્વરની T20I કારકિર્દી કેવી રહી
ભુવનેશ્વર કુમારે તાજેતરમાં રમાયેલા T20 વર્લ્ડ કપની 6 મેચમાં 28.75ની એવરેજથી 4 વિકેટ ઝડપી હતી. તે જ સમયે, તેની ઈકોનમી 6.16 હતી. 2012માં પાકિસ્તાન વિરૂદ્ધ ડેબ્યૂ કરનાર ભુવનેશ્વર કુમારે ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં કુલ 85 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે, જેમાં તેણે 89 વિકેટ ઝડપી છે.
મુંબઈ પોલીસે 5 ક્રિકેટ બુકીની ધરપકડ કરી
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એન્ટી એક્સટોર્શન સેલે 5 ક્રિકેટ બુકીની ધરપકડ કરી છે, ધરપકડ કરાયેલા આરોપીઓ પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ પર સટ્ટો રમતા હતા. ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે આ આરોપીઓ સટ્ટાબાજીમાં કમાયેલા પૈસા હવાલા મારફતે દુબઈમાં બેઠેલા ગેંગસ્ટરને મોકલતા હતા.
એન્ટિ એક્સટોર્શન સેલ (AEC)ના સૂત્રોએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓના નામ ફ્રાન્સિસ ઉર્ફે વિકી ડાયસ, ઈમરાન અશરફ ખાન, ધર્મેશ ઉર્ફે ધીરેન શિવદાસાની, ગૌરવ શિવદાસાની અને ધર્મેશ વોરા છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું કે, તેમને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે દાદરની એક હોટલમાં કેટલાક લોકો T20 વર્લ્ડકપની ફાઈનલ મેચ પર સટ્ટો રમી રહ્યા છે, જેના પછી ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ત્યાં પહોંચી અને દરોડો પાડ્યો અને આરોપીને ઝડપી લીધા.